મીઠીબાઈ કૉલેજને મળી યુનિવર્સિટીની વૉર્નિંગ

03 December, 2019 07:52 AM IST  |  Mumbai | Pallavi Smart

મીઠીબાઈ કૉલેજને મળી યુનિવર્સિટીની વૉર્નિંગ

ફાઈલ ફોટો

૨૦૧૮માં મીઠીબાઈ કૉલેજના કલ્ચરલ ફેસ્ટિવલ દરમ્યાન ધક્કામુક્કીની ઘટના સર્જાવાને પગલે આ વર્ષે મુંબઈ યુનિવર્સિટી દ્વારા અગાઉથી એક નોટિસ જારી કરી મીઠીબાઈ કૉલેજને વ્યવસ્થા જાળવી રાખવા માટે સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું છે.

૨૦૧૮ના ડિસેમ્બર મહિનામાં મીઠીબાઈ કૉલેજનો કલ્ચરલ ફેસ્ટિવલ યોજાયો હતો જેમાં ઇન્ટરનૅશનલ લેવલ પર ખ્યાતિ મેળવનાર રેપર ડિવાઇનનો પર્ફોર્મન્સ થયો હતો. આ ઇવેન્ટમાં કૉલેજની બહારના યુવાનો પણ આવી ગયા હતા જેના પગલે અંધાધૂંધી સર્જાતાં આઠ વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.

આ વર્ષે મીઠીબાઈ કૉલેજ દ્વારા મૅનેજમેન્ટ વ્યવસ્થા જળવાઈ રહે એ માટે અગાઉથી જ મુંબઈ યુનિવર્સિટી દ્વારા નોટિસ મોકલી વ્યવસ્થા જા‍ળવવા ટકોર કરવામાં આવી છે.

આ પણ વાંચો : અડપલું કરનાર વિકૃતનો દાદરથી અંધેરી ટ્રેનમાં પીછો કરીને કૉલરથી પકડ્યો

મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાના વાઇસ પ્રેસિડન્ટ સંતોષ ગંગૂર્ડેએ જણાવ્યું હતું કે મીઠીબાઈ કૉલેજ એક સ્વાયત્ત ઇન્સ્ટિટ્યૂટ હોવાથી એ મુંબઈ યુનિવર્સિટીને જવાબ આપવા બંધાયેલી નથી. આ નોટિસે એ સાબિત કર્યું છે. શું આ યોગ્ય છે કે હવે કલ્ચરલ ફેસ્ટિવલ પહેલાં આ મુદ્દાને ફરીથી સામે લાવવામાં આવ્યો છે.

mithibai college mumbai university mumbai news pallavi smart