હિમાલય બ્રિજની નીચેના સ્નૅક્સ કૉર્નરને બીએમસીની નોટિસ

16 August, 2019 10:57 AM IST  |  મુંબઈ | સંજીવ શિવડેકર

હિમાલય બ્રિજની નીચેના સ્નૅક્સ કૉર્નરને બીએમસીની નોટિસ

હિમાલય બ્રિજની નીચેના સ્નૅક્સ કૉર્નરને બીએમસીની નોટિસ

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસેના હિમાલય બ્રિજ નીચેના ગેરકાયદે સ્નૅક્સ કૉર્નરને મુંબઈ મહાનગરપાલિકાએ નોટિસ આપી છે. નોટિસમાં સ્ટૉલ આર. બી. સ્નૅક્સના માલિકને ૪૮ કલાકમાં અતિક્રમણ અને ગેરકાયદે બાંધકામ તોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો ગેરકાયદે બાંધકામ તોડવામાં ન આવે તો પાલિકા આગળ પગલાં લેશે એવી ચીમકી આપવામાં આવી છે. જોકે સ્ટૉલનો માલિક સુનીલ દુર્ગાવલે સ્ટૉલનું સમગ્ર એ સ્ટૉલમાં ફક્ત ‘પાન-બીડી અને કોલ્ડ ડ્રિન્ક્સ’ વેચવાની પરવાનગી હોવા છતાં ત્યાં ઢોસા અને પીત્ઝા જેવી વાનગીઓ વેચાતી હોવાના દાવા સાથે અગાઉ અખબારોમાં વિવાદ જાગ્યો હતો. એ વિવાદને પગલે મુંબઈ મહાનગરપાલિકાએ ૧૪ ઑગસ્ટે સ્ટૉલ-માલિકને નોટિસ મોકલી હતી. ઉક્ત સ્ટૉલમાં ફક્ત ‘પાન-બીડી અને કોલ્ડ ડ્રિન્ક્સ’ વેચવાની પરવાનગી અપાઈ હોવાનું સંજય ગુરવ નામના ઍક્ટિવિસ્ટની રાઇટ ટુ ઇન્ફર્મેશનની અરજીના જવાબમાં જણાવવામાં આવ્યું હતું.

mumbai mumbai news