Mumbai Rain: આગામી 2 દિવસ મુંબઈ માટે હજી ભારે

04 September, 2019 06:47 PM IST  |  મુંબઈ

Mumbai Rain: આગામી 2 દિવસ મુંબઈ માટે હજી ભારે

મુંબઈમાં ભારે વરસાદ

માયાનગરી મુંબઈમાં આજે સવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેનાથી લોકો હેરાન થઈ ગયા છે. રસ્તાઓ પર ઘણી જગ્યાએ જળભરાવ થઈ ગયો છે. મુંબઈમાં ચારેતરફ ગણપતિ મહોત્સવના લીધે વધારે લોકો રસ્તા પર જ રોકાયા છે અને ગણપતિ પંડાલમાં પાણી ભરાવવાથી લોકોને ઘણી અસુવિધા થઈ રહી રહી છે. ભારે વરસાદના કારણે ઘણી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. બીએમસીના આદેશ અનુસાર મુંબઈમાં આજે સ્કૂલ કૉલેજ બંધ છે.

કોલાબા હવામાન વિભાગ અનુસાર 80 મિમી વરસાદ રેકોર્ડ કર્યો છે અને 6 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી સાથે આજે ઑરેન્જ અલર્ટ જાહેર કરી દીધો છે. વરસાદના લીધે મુંબઈના સાયન, પરેલ, દાદાર અને બાયખલા વિસ્તારોમાં ઘણું પાણી ભરાઈ ગયુ છે. ટ્રાફિક પર પણ એનો વ્યાપક અસર જોવા મળી રહ્યો છે. સતત થઈ રહેલા વરસાદના લીધે લોકો પર મુસીબતના પહાડ તૂટી પડ્યા છે, મુંબઈના કિંગ સર્કલમાં જળભરાવનું એક દૃશ્ય

ભારે વરસાદના લીધે નાલા સોપારા રેલવે સ્ટેશન પર જળભરાવ થઈ ગયું છે. છેલ્લા કેટલાક કલાકોમાં મુંબઈમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે.

 

 

ભારે વરસાદના ચાલતા કેટલાક ટ્રેન રદ્દ થઈ ગઈ છે. પશ્ચિમ રેલવેએ જાણકારી આપી છે કે ભારે વરસાદ બાદ જળભરાવના કારણથી મુંબઈ ડિવિઝનની ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. રદ્દ થયેલી ટ્રેનો 12925 પશ્ચિમ એક્સપ્રેસ, 12216 દિલ્હી ગરીબરથ, 22949 બાન્દ્રા ટર્મિનલ દિલ્હી એક્સપ્રેસ, 22917 હરિદ્વાર એક્સપ્રેસ અને 14708 રાનકપુર એક્સપ્રેસ છે.

એની સાથે જ વરસાદ બાદ થયેલા જળભરાવના કારણથી મુંબઈ ડિવિઝનની આ ટ્રેનોને પણ રદ્દ કરવામાં આવી છે. 12925 પશ્ચિમ એક્સપ્રેસ, 12216 દિલ્હી ગરીબરથ, 22949 બાન્દ્રા ટર્મિનલ દિલ્હી એક્સપ્રેસ, 22917 હરિદ્વાર એક્સપ્રેસ અને 14708 રાનકપુર એક્સપ્રેસ છે.

નાલા સોપારામાં તુલિંજ પોલીસ સ્ટેશનમાં અતિ જળભરાવના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.

જુઓ કિંગ સર્કલમાં જળભરાવનો એક નજારો

મુંબઈમાં ભારે વરસાદના લીધે કુર્લા વિસ્તારમાં જળભરાવનો નજારો જુઓ વીડિયો

સાયન રેલવે સ્ટેશન પર ભારે વરસાદના લીધે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયું છે જેનાથી વાહન વ્યવહાર પ્રવાસ ઠપ થઈ ગયો છે.

વસઈ અને વિરારમાં રેલવે ટ્રેક પર પણ પાણી ભરાઈ ગયું છે એના લીધે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

નવી મુંબઈમાં ભારે વરસાદના લીધે વધારે જળભરાવ થઈ ગયું છે.

મહારાષ્ટ્રમાં ભારે વર્ષાના લીધે નાલા સોપારામાં પૂર જેવી પરિસ્થિતી થઈ ગઈ છે.

સ્કૂલ કૉલેજ બંધ

હવામાન વિભાગની ચેતવણી જાહેર થયા બાદ બીએમસીએ બુધવારે સ્કૂલ કૉલેજ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

મુંબઈના સાયન વિસ્તારમાં વરસાદના કારણે ભરાયું પાણી

ટ્રાફિકને અસર

વરસાદમાં વિવિધ જગ્યાઓ પર જળભરાવના કારણે બેસ્ટ બસોના રૂટમાં પણ પરિવર્તન કરવામાં આવ્યું છે. વરસાદના ચાલતા રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયા છે. એરપોર્ટ પર વિમાન સેવાઓ અને લોકલ ટ્રેન ધીમી ચાલી રહી છે. બીએમસીએ સમુદ્રમાં ઊંચા મોજાના ધ્યાનમાં લેતા સમુદ્રા કિનારે જવાની મનાઈ કરી છે. લોકોની સુવિધા માટે બીએમસીએ હેલ્પલાઈન નંબર -1916 પણ જાહેર કર્યો છે.

mumbai news mumbai monsoon mumbai weather mumbai trains