પનવેલ સ્ટેશનના વન રૂપી ક્લિનિકમાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો

22 November, 2019 02:32 PM IST  |  Thane

પનવેલ સ્ટેશનના વન રૂપી ક્લિનિકમાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો

મનીષા કાળે

પનવેલ રેલવે સ્ટેશન પર ગઈ કાલે વન રૂપી ક્લિનિકમાં ૧૮ વર્ષની મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો એવું રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું. રાજ્યમાં વન રૂપી ક્લિનિકમાં કોઈ માતાએ શિશુને જન્મ આપ્યો હોય એવો ૧૧મો કેસ છે.

મહિલા ઉતારુનું નામ મનીષા કાળે હતું અને તે હાર્બર લાઇનમાં નેરુલથી પનવેલ જઈ રહી હતી. વન રૂપી ક્લિનિકના સીઈઓ ડૉ. રાહુલ ઘુળેએ જણાવ્યું હતું કે ‘મનીષા કાળેને અચાનક પ્રસૂતિની પીડા ઊપડી હતી. અમારા પનવેલ સેન્ટરના રાતના ફરજ બજાવતા ડૉ. વિશાલ ગોટેને સ્ટેશન મૅનેજરનો ફોન આવ્યો હતો અને તેને વન રૂપી ક્લિનિકમાં લાવવામાં આવી હતી.

 

 

મનીષા કાળેએ બાળકીને જન્મ આપ્યો હતો અને બન્નેની તબિયત સ્વસ્થ છે.’

આ પણ વાંચો : ટ્રાફિક રૂલ્સ તોડનારાઓ પાસેથી 577 કરોડનો દંડ વસૂલાયો

માતા અને બાળકી બન્નેની તબિયત સ્વસ્થ છે અને બન્નેને વધુ સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં એવું ઘુળેએ વધુમાં જણાવ્યું હતું. ‘અમારા વન રૂપી ક્લિનિકના સ્ટાફે ઉતારુની સોનેરી પળની સારવાર બખૂબી નિભાવી એના માટે મને ગર્વ છે’ એવું ઘુળેએ વધુમાં જણાવ્યું હતું.

panvel thane mumbai news mumbai railways