કુર્લાના ટીસીને માથાફરેલ વ્યક્તિએ પથ્થર માર્યો : ટીસીની આંખ જરાકમાં બચી

30 October, 2019 02:19 PM IST  |  મુંબઈ

કુર્લાના ટીસીને માથાફરેલ વ્યક્તિએ પથ્થર માર્યો : ટીસીની આંખ જરાકમાં બચી

કુર્લાના સિનિયર ટીસીને અજાણી વ્યક્તિએ પથ્થર મારીને જખમી કર્યા હતા.

કુર્લા રેલવે સ્ટેશન પર ફરજ બજાવી રહેલા સિનિયર ટીસીને એક માથાફરેલ વ્યક્તિએ પથ્થર માર્યો હતો. પથ્થર આંખની નીચે વાગ્યો હોવાથી ટીસીની આંખ જરાક માટે બચી ગઈ હતી. જોકે ઘાયલ ટીસીને સારવાર માટે હૉસ્ટિપલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં કુર્લા રેલવે પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. આરોપી સીસીટીવી કૅમેરામાં કેદ થયો હોવાની માહિતી કુર્લા જીઆરપીએ આપી છે.

બનાવ વિશે માહિતી આપતાં સેન્ટ્રલ રેલવેના પ્રવક્તા એ. કે. જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે રાતે ૧૧ વાગ્યે પ્લૅટફૉર્મ નંબર-૪ પર આવેલી ટીસી-ઑફિસમાં કુર્લા સ્ટેશનના સિનિયર ટીસી એસ. કે. સિંહ પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે એક અજાણી વ્યક્તિ અચાનક અંદર ઘૂસી આવી હતી અને પથ્થર મારીને ભાગી ગઈ હતી. આ હુમલાને કારણે તેમની આંખ પર અને આંખની નીચે માર વાગ્યો છે.

આ પણ વાંચો : કૉન્ટ્રૅક્ટર્સને પ્રોજેક્ટ્સ ફાળવનારા અધિકારીઓ પણ મુદત વધારી આપશે તો પગલાં લેવાશે

સિંહને લોહી નીંગળતી હાલતમાં ઇમર્જન્સી રૂમમાં સારવાર આપવામાં આવી હતી. ગંભીર રીતે ઘાયલ સિંહને ત્યાર બાદ સારવાર માટે રેલવેની ભાયખલા હૉસ્પિટલ લઈ જવાયા હતા. તેમની હાલત સારી હોવાનું ડૉક્ટરે જણાવ્યું છે. કુર્લા જીઆરપીએ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પ્લૅટફૉર્મ પર બેસાડાયેલા સીસીટીવી કૅમેરામાં લાલ રંગનાં કપડાં પહેરેલો એક યુવક જોવા મળી રહ્યો હતો. પોલીસ સીસીટીવી કૅમેરાના આધારે આરોપીની શોધ ચલાવી રહી છે.’

mumbai news kurla