મુંબઈ: કાંજુરમાર્ગમાં ડમ્પિંગ શરૂ કરતાં રહેવાસીઓ દુર્ગંધથી પરેશાન

06 May, 2019 11:45 AM IST  |  | અરિતા સરકાર

મુંબઈ: કાંજુરમાર્ગમાં ડમ્પિંગ શરૂ કરતાં રહેવાસીઓ દુર્ગંધથી પરેશાન

દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ

દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ ખાતે કચરામાંથી ઊર્જા ઉત્પાદનના ૪૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે કોઈ બીડર નહીં મળતાં મુંબઈ મહાનગરપાલિકાએ વિકલ્પ રૂપે વધારાનો કચરો કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડના બાયોરિઍક્ટર પ્લાન્ટમાં ઠાલવવાનું નક્કી કર્યું છે. પરંતુ એ નિર્ણયથી કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડની આસપાસ ભાંડુપ, વિક્રોલી તથા અન્ય વિસ્તારોના રહેવાસીઓ દુર્ગંધથી પરેશાન થઈ ગયા છે. સંખ્યાબંધ હાઉસિંગ સોસાયટીઓના ફ્લૅટ્સ અને ઑફિસોની બારીઓ સવારે બંધ રાખવાની ફરજ પડે છે.

મુંબઈ મહાનગરપાલિકાએ ૨૦૧૬માં દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ માટે કચરામાંથી ઊર્જા ઉત્પાદન પ્રોજેક્ટના ટેન્ડર મગાવ્યાં હતાં. ટેકનૉલૉજી તથા ઉચિત કૉન્ટ્રૅક્ટર્સ ઉપલબ્ધ નહીં થતાં યોજના અટકી હતી. એ યોજના માટે બે વખત ટેન્ડર્સ બહાર પાડવામાં આવ્યાં અને ટેન્ડર્સ ભરવાની મુદત ચાર વખત લંબાવવામાં આવી તેમ છતાં સારો પ્રતિસાદ ન મYયો.

ગયા મહિને બૉમ્બે હાઈ ર્કોટે દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરો ઠાલવવા માટે ડિસેમ્બર મહિના સુધીની આખરી મુદતવૃદ્ધિ મંજૂર કરી હતી. દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડની મહત્તમ ક્ષમતાની પરાકાષ્ઠા આવતાં મુંબઈ મહાનગરપાલિકાએ કાંજુરમાર્ગ ખાતે બાયોરિઍક્ટર પ્લાન્ટમાં કચરો ઠાલવવાનું શરૂ કર્યું હતું. બાયોરિઍક્ટર પ્લાન્ટની ક્ષમતા બમણી કરવામાં આવી છે. આજે એ પ્લાન્ટ ૬૦૦૦ મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ કરે છે. આગામી મહિનાઓમાં દેવનારમાં ઠલવાતા કચરાનું પ્રમાણ ધીમે ધીમે ઘટાડતાં ઘટાડતાં છેવટે બધો કચરો કાંજુરમાર્ગના પ્લાન્ટમાં ઠાલવવામાં આવશે.

જાન્યુઆરી મહિનામાં ૩૦૦૦ મૅટ્રિક ટન કચરો દેવનારમાં મોકલવામાં આવતો હતો પરંતુ એ પ્રમાણ ઘટાડવાના સિલસિલામાં ૨૧ એપ્રિલે આંકડો ૯૫૦ મૅટ્રિક ટન પર પહોંચ્યો હતો. બીજી બાજુ કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં જાન્યુઆરી મહિનામાં ૪૦૦૦ મૅટ્રિક ટન કચરો ઠલવાતો હતો, એ એપ્રિલ મહિનામાં ૫૨૦૦ મૅટ્રિક ટન પર પહોંચ્યો છે. કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ ખાતેના કમ્પોસ્ટિંગ પ્લાન્ટમાં લગભગ ૧૦૦૦ ટન કચરાનું પ્રોસેસિંગ થાય છે.

આ પણ વાંચો : સાપ્તાહિક રજાના દિવસે નદીની સફાઈ કરે છે પનવેલના યુવાનો

જોકે મુંબઈ મહાનગરપાલિકા અધિકારીઓની સમસ્યાના નિરાકરણના પ્રયાસ વચ્ચે કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડની આસપાસના વિશાળ ક્ષેત્રના રહેવાસીઓ દુર્ગંધથી પરેશાન થઈ રહ્યા છે. છેક ભાંડુપ વિલેજ અને વિક્રોલીના કન્નમવાર નગરના રહેવાસીઓ ડમ્પિંગ ગ્રાઉન્ડની અતિશય દુર્ગંધની ફરિયાદો કરે છે.

bombay high court brihanmumbai municipal corporation kanjurmarg mumbai news