વાકોલા બ્રિજ બંધ કર્યો તો ભારે થશે

07 December, 2019 08:59 AM IST  |  Mumbai | Anurag Kamble

વાકોલા બ્રિજ બંધ કર્યો તો ભારે થશે

વાકોલા બ્રિજ

વાકોલાના હંસ ભુગરા માર્ગ પરના ખખડી ગયેલા બ્રિજ પરનો બોજ ઘટાડવાના વિકલ્પના અભાવે એ બ્રિજ પર વાહનોનો ધસારો યથાવત્ છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને વાકોલામાં સીએસટી રોડ સાથે કનેક્ટ કરતા હંસ ભુગરા રોડ પરના આ બ્રિજને બીએમસીએ અગાઉ જ ભયજનક જાહેર કર્યો છે. આ બ્રિજ બંધ કરવાનો હતો ૨૩મી નવેમ્બરે, પણ જો બ્રિજ બંધ કરાય તો એ સ્થિતિમાં વાહનવ્યવહાર પર નિયંત્રણ માટે ટ્રાફિક-પોલીસને નાકે દમ આવી જાય. અગાઉ વિકલ્પ શોધવા માટે વિવિધ ટ્રાયલ રન હાથ ધરાયા હતા, પરંતુ એ વખતે સીએસટી રોડ પર છેક રઝા જંક્શન સુધી અને વાકોલા પાઇપલાઇન રોડ સુધી જબરદસ્ત ટ્રાફિક જૅમ થયો હતો. વળી સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ (એસસીએલઆર) બ્રિજના વિસ્તાર માટે પિલરનું કામ સમસ્યાઓમાં ઉમેરો કરે છે. પીક-અવર્સમાં ટ્રાફિક ડાઇવર્ઝન્સના પ્રયાસોની આડઅસરથી સીએસટી રોડ પર રઝા જંક્શન સુધી અને વાકોલા પાઇપલાઇન રોડ સુધી એકાદ કિલોમીટરના ભાગમાં ટ્રાફિક જૅમ થયો હતો.

વાકોલાના જર્જરિત બ્રિજ પરનો બોજ ઘટાડવા વાહનવ્યવહાર માટે વિકલ્પ બાબતે ટ્રાફિક પોલીસ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને વાકોલાના સીએસટી રોડ સાથે જોડતા હંસ ભુગરા માર્ગ પરના બ્રિજને મુંબઈ મહાનગરપાલિકાએ ગયા માર્ચ મહિનામાં જર્જરિત જાહેર કર્યો હતો. ૨૩ નવેમ્બરે એ બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરવાનો હતો, પરંતુ ત્યાં વાહનવ્યવહાર બંધ કરવામાં અનેક સમસ્યાઓ છે.

અમે પૂરતા પ્રયાસ કર્યા, પણ એનું કોઈ સારું પરિણામ નથી મળ્યું. બીજું શું કરી શકાય એ માટે અમે એમએમઆરડીએના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ.
- ટ્રાફિક પોલીસ અધિકારી

mumbai mumbai news vakola santacruz anurag kamble