મુંબઈ : વૃક્ષોના કારણે બ્રિજનું કામ અટક્યું

18 January, 2019 11:09 AM IST  |  મુંબઈ | રાજેન્દ્ર અકલેકર

મુંબઈ : વૃક્ષોના કારણે બ્રિજનું કામ અટક્યું

પ્રતીકાત્મક તસવીર

કુર્લા ઈસ્ટ-વેસ્ટને જોડતો ફુટઓવર બ્રિજ લગભગ છેલ્લા ત્રણ મહિનાથી બંધાઈને તૈયાર છે, પરંતુ ઈસ્ટ છેડા પરની સીડીઓ માટે BMCની ટ્રી ઑથોરિટી પાસેથી મંજૂરી મળવાની બાકી હોવાથી હજી સુધી આ પુલ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં નથી આવ્યો. પુલના અભાવે લોકો ટ્રૅક પર થઈને વાડ કુદાવીને ઈસ્ટમાં જતા હોય છે. અકસ્માતને કારણે મૃત્યુ થતાં હોય એેવાં સ્ટેશનોમાં કુર્લા પ્રથમ ત્રણ ક્રમાંકમાં આવે છે. 343 મૃત્યુ સાથે કલ્યાણ, 343 મૃત્યુ સાથે કુર્લા અને 295 મૃત્યુ સાથે થાણે અનુક્રમે પહેલા, બીજા અને ત્રીજા ક્રમે આવે છે.

કુર્લાના રહેવાસી મોફિદ ખાને ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કલ્યાણ અને કુર્લામાં ઈસ્ટ-વેસ્ટને જોડતો બ્રિજ મહત્વનો છે છતાં અને છેલ્લા ત્રણ મહિનાથી બ્રિજ તૈયાર હોવા છતાં ખુલ્લો કેમ નથી મુકાયો એવો અધિકારીઓને પ્રશ્ન કર્યો હતો.

આ પણ વાંચો : મહારાષ્ટ્રની સાઇબર સિક્યૉરિટી અને AMBIS ટેક્નૉલૉજીને અવૉર્ડ મળ્યો

મધ્ય રેલવેના પ્રવક્તાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે રેલવે BMCની ટ્રી ઑથોરિટીની મંજૂરીની રાહ જોઈ રહી હતી. હવે મંજૂરી મળી ગઈ હોવાથી લગભગ બે મહિનામાં પુલ તૈયાર થઈ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.

kurla kalyan central railway mumbai news