મુંબઈના વાશી રેલવે સ્ટેશન પર અચાનક આગ લાગતાં આખું સ્ટેશન ખાલી કરાવાયું

10 October, 2019 10:33 AM IST  |  મુંબઈ

મુંબઈના વાશી રેલવે સ્ટેશન પર અચાનક આગ લાગતાં આખું સ્ટેશન ખાલી કરાવાયું

વાશી સ્ટેશન પર લાગી આગ

વાશી રેલવે સ્ટેશન પર ગઈ કાલે સવારે એક લોકલ ટ્રેનમાં આગ લાગી હતી. આ ટ્રેન સીએસએમટીથી પનવેલ જઈ રહી હતી. આગ લાગ્યા બાદ તરત જ સ્ટેશન પર સૌથી પહેલાં વીજળી-સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. હાલમાં આગ પર કાબૂ મેળવી લીધો છે. જીવંત તાર પર બૅગ ફેંકવામાં આવતાં આ આગ લાગી હતી. 

સેન્ટ્રલ રેલવે પાસેથી મળતી માહિતી પ્રમાણે ડાઉન લોકલમાં વાશી સ્ટેશન પર આગ લાગતાં હાર્બર લાઇન ટ્રેનને અસર થઈ છે. આગ લાગ્યાની માહિતી મળતાં જ અહીં સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી. જોકે સેન્ટ્રલ રેલવેનું કહેવું છે કે નજીવી આગ લાગી હતી અને ટૂંક સમયમાં જ કર્મચારીઓ દ્વારા એને ઓલાવી દેવામાં આવી હતી. કોઈ ઘાયલ થયા હોય એવી માહિતી નથી. શરૂઆતમાં આવેલી માહિતી પ્રમાણે આગ ભયંકર લાગ્યાની ચર્ચા હતી.

આ પણ વાંચો : જિલ્લા અધિકારીએ પ્લાસ્ટિક કપમાં ચા પીધીઃ પોતાને જ 5000નો દંડ ફટકાર્યો

રેલવે અધિકારીઓએ કહ્યું કે આગની માહિતી મળતાં જ મુંબઈ અને પનવેલની વચ્ચે લોકલ ટ્રેનની સર્વિસિસ રોકી દીધી હતી. અધિકારીઓએ કહ્યું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ બધી સર્વિસિસ સામાન્ય રીતે કાર્યરત થઈ રહી છે.

vashi mumbai news indian railways