ટ્રેન બ્લાસ્ટ કેસ : મીરા રોડના વૉન્ટેડ આરોપી ભાઈઓ 13 વર્ષે હાથ લાગ્યા

14 December, 2019 10:20 AM IST  |  Mumbai

ટ્રેન બ્લાસ્ટ કેસ : મીરા રોડના વૉન્ટેડ આરોપી ભાઈઓ 13 વર્ષે હાથ લાગ્યા

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડે સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (સીમી)ના અન્ય એક સભ્યની ૨૦૦૬ના કેસમાં દિલ્હીથી ધરપકડ કરી હોવાનું પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

ઇજાઝ અકરમ શેખ અને ઇલિયાસ અકરમ શેખ તેર વર્ષ અગાઉ નજીકના થાણે જિલ્લાના મીરા રોડમાં પડેલી રેડને પગલે દાખલ થયેલા કેસમાં વૉન્ટેડ હતા. તેઓ ૨૦૦૬ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસના અપરાધી એહતેશામ સિદ્દીકી સાથે કથિતપણે સંડોવાયેલા હતા.

આ રેડ દરમ્યાન વિસ્ફોટકો સહિતની વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. ઇજાઝની ગુરુવારે મધ્ય પ્રદેશના બુરહાનપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછના આધારે દિલ્હીથી ઇલિયાસને પકડી લેવામાં આવ્યો હતો તેવી માહિતી એટીએસના અધિકારીએ આપી હતી.‍ બન્નેની વધુ તપાસ હાથ ધરવા માટે તેમને મુંબઈ લવાયા છે.

‘૨૦૦૬માં એટીએસની ટીમે મીરા રોડના નયાનગરસ્થિત એહતેશામ સિદ્દીકીના ઘર પર છાપો માર્યો હતો અને વાંધાજનક સામગ્રી જપ્ત કરી હતી. આ કેસમાં અબ્દુસ સુભાન કુરેશી અને સફદર નાગોરીની ધરપકડ થઈ હતી, જ્યારે ભાઈઓ ઇજાઝ અને અક્રમ વૉન્ટેડ હતા,’ તેમ એટીએસના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ વિક્રમ દેશમાનેએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતના સાવજ મુંબઈ આવવાના...

સિદ્દીકી ૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબંધ ટ્રેન બ્લાસ્ટ્સનો મુખ્ય આરોપી હતો. આ બ્લાસ્ટ્સમાં ૧૮૮ લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. આ કેસમાં તેને મોતની સજા ફટકારવામાં આવી હતી.

mumbai mumbai news mira road