ઉરણમાં ઉમેદવાર મતને બદલે પુત્રી માગી રહ્યા છે

13 October, 2019 11:04 AM IST  |  મુંબઈ

ઉરણમાં ઉમેદવાર મતને બદલે પુત્રી માગી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

ચૂંટણીમાં ઉમેદવારો લોકો પાસેથી પોતાને વિજયી બનાવવા માટે મત માગતા હોય છે, પણ મતને બદલે ડાયરેક્ટ દીકરી માગે તો? રાયગડ જિલ્લાની ઉરણ બેઠક પર બીજેપીમાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનારા મહેશ બાલદી મતદારોને કહી રહ્યા છે કે ‘તમે મને મત આપશો કે તમારી દીકરી?’ ઉમેદવારની આવી વિચિત્ર વાતથી લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

ઉમેદવાર જાહેર સભામાં વારંવાર આવી વિચિત્ર માગણી કરી રહ્યા હોવાથી અહીંના આગરી, કોળી, કરાડી મરાઠી સમાજમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે અને તેમણે આ બાબતે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : વિચિત્ર ગુનાની અનોખી સજા

ઉલ્લેખનીય છે કે બળવાખોર ઉમેદવાર મહેશ બાલદીએ શિવસેનાના અત્યારના વિધાનસભ્ય સામે ઝંપલાવ્યું છે. તેમની મત માગવાની આ રીતથી ઠેર-ઠેર લોકોનો વિરોધ થઈ રહ્યો છે. ઉરણ વિધાનસભા બેઠક પર બીજેપી અને શિવસેના વચ્ચે જોરદાર રસ્સીખેંચ ચાલી હતી. ત્યાર બાદ આ બેઠક શિવસેનાને ફાળવાતાં આ વિવાદાસ્પદ ઉમેદવાર બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવીને જાહેર સભા કરી રહ્યા છે. જોકે બળવો કરવાની સાથે લોકોને ‘મતને બદલે દીકરી આપી રહ્યા છો?’ એવો સવાલ કરીને જનતાની નારાજગી વહોરી લીધી છે.

mumbai news uran Election 2019