મુંબઈ: ટિકિટચેકરે રેલવેને ચોપડ્યો 28 લાખનો ચૂનો

22 January, 2019 11:29 AM IST  | 

મુંબઈ: ટિકિટચેકરે રેલવેને ચોપડ્યો 28 લાખનો ચૂનો

પ્રતીકાત્મક તસવીર

ભૂપેન્દ્ર વૈદ્ય નામના ટિકિટચેકરને રેલવેએ નોકરીમાંથી કાઢી નાખ્યો છે, પરંતુ GRP છેતરપિંડીની તપાસ કરી રહી છે અને હજી સુધી તેની ધરપકડ કરવામાં નથી આવી.

ભૂપેન્દ્ર વૈદ્યે ફેબ્રુઆરી-૨૦૧૫થી ઑક્ટોબર-૨૦૧૭ સુધીમાં ૮૫ રસીદબુક તો જમા કરાવી પરંતુ એમા લીધેલી દંડની રકમ તેણે રેલવેમાં જમા કરાવી નહોતી એમ જણાવીને રેલવેના સિનિયર ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેલવેના નિયમ મુજબ ટિકિટચેકરને એકસાથે બે રસીદબુક મળે છે. એક બુક રેલવે બુકિંગમાં જમા કરાવીને ભૂપેન્દ્ર દંડમાં લીધેલી રકમ પણ ભરી દેતો હતો અને બીજી બુક જમા કરાવીને એ પૈસા જમા નહોતો કરાવતો. આ બાબત અમારા ઑડિટરને ૨૦૧૭ના સપ્ટેમ્બરમાં ધ્યાનમાં આવી હતી.

આ પણ વાંચો : ફ્લાઇટના સ્ટાફે અમદાવાદથી મુંબઈની જગ્યાએ કલકત્તાના પ્લેનમાં બેસાડી દીધા

'ભૂપેન્દ્ર પર તપાસ બેસાડવામાં આવી હતી ત્યારે જાણ થઈ હતી કે ફેબ્રુઆરી-૨૦૧૫થી ઑક્ટોબર-૨૦૧૭ સુધીમાં ૮૫ રસીદબુક પર બનાવટી મની રસીદનો નંબર નાખીને સ્ટૅમ્પ માર્યા હતા અને કુલ ૨૮,૬૪,૧૧૭ રૂપિયાની છેતરપિંડી કરી હતી. રેલવે-તપાસના આધારે તેને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો અને રેલવેની રકમ પાછી માગવામાં આવી હતી.

indian railways western railway mumbai news