સંજય ગાંધી નૅશનલ પાર્કમાં સંભળાઈ સુલતાનની ત્રાડ

27 December, 2019 02:07 PM IST  |  Mumbai

સંજય ગાંધી નૅશનલ પાર્કમાં સંભળાઈ સુલતાનની ત્રાડ

સુલતાન નામનો વાઘ

ગઈ કાલે ૨૬ ડિસેમ્બરે નાગપુરથી સુલતાન નામનો વાઘ મુંબઈના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં પહોંચી ગયો છે. સુલતાન એ કુખ્યાત પામેલી નરભક્ષી T-3 વાઘણનું બચ્ચું છે જેને વન વિભાગના અધિકારીઓએ જંગલમાંથી પકડી પાડ્યું હતું. 

નાગપુરના ગોરીવાડા પ્રાણી સંગ્રહાલયમાંથી આ પાંચ વર્ષના નર વાઘને લાવવામાં આવ્યો છે. નાગપુરથી મુંબઈનું અંતર તેણે બે દિવસમાં કાપ્યું. કુલ ૮૦૦ કિલોમીટરના આ પ્રવાસમાં સમયાંતરે રોકાણ પણ કરવામાં આવ્યું હતું.

સુલતાન અત્યારે હેલ્ધી છે અને માનસિક રીતે કોઈ જ દબાવ કે તણાવ હેઠળ નથી. એને અહીં બીજલી, મસ્તાની અને લક્ષ્મી સાથે પ્રજનન કરવા માટે લાવવામાં આવ્યો છે. જોકે હાલમાં એણે સ્થળાંતર કર્યું હોવાથી અને નાગપુરનું વાતાવરણ મુંબઈ કરતાં ઘણું જ અલગ હોવાથી એ અત્યારે પોતાની જાતને વાતાવરણમાં ઍડ્જસ્ટ કરી રહ્યો છે તેમ જ પિંજરામાંથી ત્રાડ પાડી રહ્યો છે. એની ત્રાડનો જવાબ પાર્કમાં મોજુદ અન્ય વાઘ પણ આપી રહ્યા છે. એને થોડા જ દિવસમાં ખુલ્લા વિસ્તારમાં મૂકવામાં આવશે.

સુલતાનને સેન્ટ્રલ ઝૂની પરવાનગી બાદ સંજય ગાંધી નૅશનલ પાર્કમાં લાવવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઝૂના ઑથોરિટીના ધોરણ અનુસાર સુલતાન માટે એક ખાસ પાંજરું તૈયાર કરાયું છે.

nagpur sanjay gandhi national park mumbai news