પત્નીની સારવાર માટે પૈસાની તફડંચી કરી હતી : વૅનના ડ્રાઇવરની કેફિયત

15 November, 2019 01:06 PM IST  |  Mumbai | Samiullah Khan

પત્નીની સારવાર માટે પૈસાની તફડંચી કરી હતી : વૅનના ડ્રાઇવરની કેફિયત

શેરાલી ખાન

મલાડથી ૭૨.૬૦ લાખ રૂપિયા ભરેલી કૅશ કલેક્ટિંગ વૅન સાથે ફરાર થયેલા પંચાવન વર્ષના ડ્રાઇવર શેરાલી ખાનની પોલીસે ગણતરીના કલાકોમાં બાંગુરનગર ખાતેથી ધરપકડ કરી હતી તેમ જ વૅન પણ દહિસર ચેકનાકા પરથી મળી આવી હતી. પોલીસે શેરાલી ખાન સામે ગુનો નોંધી તેને ગઈ કાલે કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો, જ્યાં તેને બે દિવસની પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

પોલીસ પૂછપરછમાં શેરાલી ખાને જણાવ્યું હતું કે તે છેલ્લાં પાંચ વર્ષથી કંપનીમાં ડ્રાઇવરની નોકરી કરે છે, પરંતુ સમયસર પગાર ન મળવાને કારણ તેને આવું પગલું ભરવાની ફરજ પડી હતી.’

આ પણ વાંચો : ડ્રાઇવરે ચાલતી કારે દરવાજો ખોલતાં બાઇકર ઈજાગ્રસ્ત

શેરાલીએ કહ્યું હતું કે તેની પત્નીની તબિયત સારી રહેતી ન હોવાથી તેના પગારનો મોટો હિસ્સો પત્નીની દવામાં જ જતો હતો આથી તેને પૈસાની સખત જરૂર હતી, પરંતુ કંપની તેને સમયસર અને એકસાથે પગાર ચૂકવતી નહોતી. સમયસર પગાર ન મળતાં શેરાલી તેની પત્નીની સારવાર વ્યવસ્થિત કરાવી શકતો ન હોવાથી તેની તબિયત પર માઠી અસર પડી રહી હતી. આથી કંપનીને પાઠ ભણાવવા તે પૈસાની વૅન સાથે ફરાર થઈ ગયો હતો.

dahisar kandivli mumbai news mumbai crime news samiullah khan