લ્યો બોલો, 199 મહિને પાછા મળ્યા ચોરાયેલા 300 રૂપિયા

15 November, 2019 08:43 AM IST  |  Mumbai | Anurag Kamble

લ્યો બોલો, 199 મહિને પાછા મળ્યા ચોરાયેલા 300 રૂપિયા

ડૉક્ટર સંજય પ્રભાકર

વરિષ્ઠ પત્રકાર ડૉક્ટર સંજય પ્રભાકર માટે ૧૬ વર્ષ અને ૭ મહિના પહેલાં ચોરાયેલા ૩૦૦ રૂપિયા પાછા મળવા એ આનંદ સાથે સુખદ આશ્ચર્યની વાત હતી. સંજય પોતે પણ વિશ્વાસ નહોતા કરી શકતા કે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ૧૬ વર્ષ પહેલાં ખિસ્સાકાતરુએ ચોરેલા પાકીટમાંના પૈસા આટલા વર્ષ પછી તેમને પાછા મળશે. મુંબઈ સેન્ટ્રલ જીઆરપીએ છેલ્લા બે મહિનામાં ૪૫૦ કિસ્સામાં આરોપી પાસેથી જપ્ત કરેલી મિલકત તેના માલિકો સુધી પહોંચાડી છે. 

આ પણ વાંચો : શિવસેનાની રમત શું છે? કૉન્ગ્રેસ-એનસીપીને ટેન્શન

ડૉક્ટર સંજય મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસ પાસેથી તેમના પૈસા પાછા લેવા ગયા ત્યારે મુંબઈ સેન્ટ્રલ જીઆરપીના સિનિયર ઇન્સ્પેક્ટર શૈલેન્દ્ર ધિવારે જણાવ્યું હતું કે ‘રેલવે કમિશનરના આદેશ અનુસાર અમે લોકોને તેમની ચોરાયેલી વસ્તુ પાછી સોંપવાની વિશેષ ઝુંબેશ શરૂ કરી છે અને છેલ્લા બે મહિનામાં લગભગ ૪૫૦ લોકોને તેમની મિલકત પાછી સોંપી છે. પોતાના પૈસા પાછા મળ્યાનો જે આનંદ લોકોના ચહેરા પર જોવા મળે છે એ અવર્ણનીય હોય છે.’

mumbai mumbai news anurag kamble mumbai central mumbai police