બ્રિટિશ આરોપીની દિંડોશી કોર્ટમાં પિટિશન: મને ફરી નાખો જેલમાં

16 December, 2019 08:36 AM IST  |  Mumbai | Vinod Kumar Menon

બ્રિટિશ આરોપીની દિંડોશી કોર્ટમાં પિટિશન: મને ફરી નાખો જેલમાં

સ્ટુઅર્ટ ક્વિલિયન

સાત મહિના પહેલાં આર્થર રોડની બૅરેક નંબર-૬માંથી પરોલ પર બહાર આવ્યા પછી બ્રિટનનો નાગરિક સ્ટુઅર્ટ ક્વિલિયન તેની હાલતથી એટલી હદે કંટાળ્યો છે કે તે ફરી જેલમાં જવા માટે દિંડોશી સેશન્સ કોર્ટમાં પહોંચી ગયો હતો.

સ્ટુઅર્ટ પાસે નથી કોઈ ઘર કે નથી કોઈ કામ કે નથી તેની પાસે પૈસા. પરિણામે તેને મુંબઈ શહેરના રસ્તા પર રહેવાની અને સાર્વજનિક શૌચાલય વાપરવાની ફરજ પડી રહી છે. સ્ટુઅર્ટનો પાસપોર્ટ અને વિઝા તે જ્યારે જેલમાં હતો ત્યારે જ સમાપ્ત થઈ ગયા હોવાથી પોતાની ઓળખ અને નાગરિકતા સાબિત કરવા તેની પાસે કોર્ટ પાસેથી મળેલો તેનો જામીનનો ઑર્ડર જ છે.

સ્ટુઅર્ટને માર્ચ ૨૦૧૭માં હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં જેલ થઈ હતી. તેની સાથે અન્ય ૧૨ જણ હતા, જેમાં બ્રિટનના ૪, શ્રીલંકાના ૪ અને ૪ ભારતીયો પણ હતા. સ્ટુઅર્ટનો આ પ્રથમ ભારતપ્રવાસ હતો. જામીન પર બહાર આવ્યા બાદ સ્ટુઅર્ટની સાથે જેલની બહાર આવેલા બે બ્રિટિશ નાગરિકોનાં મૃત્યુ થઈ જતાં સ્ટુઅર્ટ એકલો પડી ગયો છે.

જેલમાં જવાનું કારણ જણાવવા ન માગતો સ્ટુઅર્ટ અન્ય વિદેશી નાગરિકોને સસ્તી હોટેલોમાં રોકાવાની ના પાડતાં ચેતવે છે કે સસ્તી હોટેલોમાં ઓળખપત્રો આપતાં એનો દુરુપયોગ કરવાની શક્યતા વધી જાય છે.

આ પણ વાંચો : અમેરિકાથી પાછી ફરેલી પુત્રવધૂનો સાસુએ માથામાં ફૂલનું કુંડું ફટકારી જીવ લીધો

સ્ટુઅર્ટને મદદ શા માટે નથી મળી રહી?

આ કેસમાં ખાનગી સૂત્રોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વિદેશ ઑફિસ અને કૉમનવેલ્થ ઑફિસ પાસે એક હૅન્ડબુક છે, જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે વિદેશમાં રહેતા બ્રિટિશ લોકોને તેમના પરિવારના સંપર્કમાં રહેવા માટે મદદ મળી શકે છે, પણ જો તેમના પર કેસ ચાલતો હોય તો તેમને જામીન પર જેલની બહાર નીકળવામાં કોઈ મદદ કરી શકે નહીં કે પછી કેદીઓ માટે વિશેષ વ્યવસ્થા પણ કરાવી શકે નહીં. જો તેમને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર સગવડ આપવામાં ન આવતી હોય તો બન્ને કચેરીઓ સ્થાનિક ઑથોરિટીનો સંપર્ક કરી શકે છે.’

jj hospital mumbai news vinod kumar menon