મુંબઈ: CSMTનો બ્રિજ તૂટ્યા પછી બ્રિજનું ઇન્સ્પેક્શન શરૂ કરવામાં આવ્યું

23 March, 2019 12:08 PM IST  |  | રણજિત જાધવ

મુંબઈ: CSMTનો બ્રિજ તૂટ્યા પછી બ્રિજનું ઇન્સ્પેક્શન શરૂ કરવામાં આવ્યું

CST બ્રિજ

CSMTના બ્રિજની દુર્ઘટના બાદ સરકારની અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એજન્સીઓએ એમના હસ્તકના ફ્લાયઓવર તથા ફુટઓવર બ્રિજ (FOB)ના ઇન્સ્પેક્શનની કાર્યવાહી શરૂ કરી છે. MMRDA તથા MMRDAના વરિષ્ઠ અમલદારોએ તેમના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ્સ દ્વારા ફ્લાયઓવર અને FOBના સ્ટ્રક્ચરલ ઑડિટનો નિર્ણય લીધો છે.

દરેક બ્રિજની સ્થિતિ વિશે IITના નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવશે અને જરૂર પડે ત્યાં સમારકામ પણ હાથ ધરવામાં આવશે. સાયન સર્કલ ફ્લાયઓવર બ્રિજ સમારકામ માટે થોડા દિવસ બંધ રાખવામાં આવશે. મુંબઈના પાંચ એન્ટ્રી પૉઇન્ટ્સ ખાતે ટોલ કલેક્શન માટે MMRDAએ નિયુક્ત કરેલી કંપની મુંબઈ એન્ટ્રી પૉઇન્ટ લિમિટેડ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને સાયન-પનવેલ હાઇવે પરના ૨૭ ફ્લાયઓવર બ્રિજના મેઇન્ટેનન્સની જવાબદારી સંભાળે છે.

આ પણ વાંચો : મુંબઈ: દાદરના રેલવે બ્રિજ પર ફક્ત અડધા ભાગમાં છાપરું

એ તમામ બ્રિજનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવશે. MMRDAના તંત્રે બાંધકામ બાદ BMCને સોંપેલા સ્કાયવૉક બ્રિજનું પણ ઇન્સ્પેક્શન તથા સ્ટ્રક્ચરલ ઑડિટ હાથ ધરાવાની શક્યતા છે.

central railway mumbai news chhatrapati shivaji terminus