કિલ્લાને હોટેલ બનાવવા સામે રાજ ઠાકરેની ચેતવણી

08 September, 2019 01:24 PM IST  |  થાણે

કિલ્લાને હોટેલ બનાવવા સામે રાજ ઠાકરેની ચેતવણી

રાજ ઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે રાજ્યના કેટલાક કિલ્લાઓને ‘હેરિટેજ હોટેલ’માં રૂપાંતરિત કરવાની મહારાષ્ટ્ર સરકારની યોજના સામે સરકારને ચેતવણી આપી હતી.

આર્કિઓલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાનાં રક્ષિત સ્થળોની યાદીમાં સામેલ ન હોય એવા કિલ્લાઓ પર ટૂરિઝમને વેગ આપવાની રાજ્યના પ્રવાસન વિભાગની યોજના સામે વિરોધ પક્ષના નેતાઓએ લાલ આંખ કરી છે.

આ પણ વાંચો : આરે બચાવો સામે અરેઆઈકાના

થાણે જિલ્લાના ડોમ્બિવલી ખાતે પક્ષના કાર્યકરોને સંબોધતાં ઠાકરેએ જણાવ્યું હતું કે સરકારે કિલ્લાને સ્પર્શ પણ ન કરવો જોઈએ. આ મૂર્ખામી છે. જો સરકાર વધારાની આવક રળવા માગતી હોય તો તેણે પ્રધાનોના બંગલા લગ્નપ્રસંગો માટે ભાડે આપવા જોઈએ એમ રાજ ઠાકરેએ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે શુક્રવારે એવા અહેવાલો વહેતા થયા હતા કે હાલમાં જે નીતિ ઘડાઈ રહી છે એ હેઠળ કિલ્લાઓને લગ્નપ્રસંગો માટે ભાડે આપવામાં આવી શકે છે.

raj thackeray mumbai mumbai news thane