મુંબઈમાં મૂશળધાર વરસાદ, ભારે વરસાદની આગાહી

24 July, 2019 08:47 AM IST  | 

મુંબઈમાં મૂશળધાર વરસાદ, ભારે વરસાદની આગાહી

પ્રતીકાત્મક તસવીર

ભારે વરસાદે મુંબઈકરાઓની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. વરસાદના કારણે લોકલ ટ્રેન ધીમી ચાલી રહી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. એક વખત ફરીથી માયાનગરી મુંબઈમાં આફતનો વરસાદ શરૂ થઈ ગયો છે. મોડી રાતથી મૂશળધાર વરસાદ પડતા કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે પહેલાં જ વરસાદનું એલર્ટ જાહેર કરી રાખ્યું છ. જો દિવસભર આજે વરસાદ ચાલુ રહેશે તો લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

સાથે જ ગોવાથી લઈ ઉત્તર, મધ્ય અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાંક ભાગમાં આજે ધોધમાર વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના મતે બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, અને સિક્કિમમાં વરસાદની સાથે ભારે તોફાનની પણ ચેતવણી આપી છે.

આ પણ વાંચો : વિરાર અને દહાણુ વચ્ચે બે નવી લાઇન, આઠ નવાં સ્ટેશન બંધાશે

મુંબઈમાં જબરદસ્ત વરસાદ

મુંબઈમાં ભારે વરસાદ પડતા હિન્દમાતા વિસ્તારમાં દરિયા જેવા દ્રશ્યો સર્જાયા છે. પહેલેથી જ મુંબઈમાં વરસાદનું એલર્ટ હતું. એવામાં બીએમસીએ પહેલાં જ કર્મચારીઓને ચેતવણી આપી દીધી હતી. પરંતુ વરસાદના લીધે સૌથી વધુ ખતરો ખુલ્લા મેનહોલથી છે. એવામાં બીએમસીએ ખતરાવાળી જગ્યાઓ પર સતર્કતા વ્યકત કરી છે. આ વિસ્તારમાં પાણી-પાણી થઇ ગયું છે.

mumbai rains mumbai monsoon mumbai news