પીએમસી કૌભાંડના આરોપીને કોણ બચાવી રહ્યું છે?

19 November, 2019 02:36 PM IST  |  Mumbai | Faizan Khan

પીએમસી કૌભાંડના આરોપીને કોણ બચાવી રહ્યું છે?

પીએમસી બૅન્કનો આરોપી રણજિત સિંહ, તેના પિતા તારા સિંહ દિવાળીની પૂર્વસંધ્યાએ મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા.

બીજેપીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને તેમના પીએમસી બૅન્ક કૌભાંડના આરોપી પુત્રનો મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથેનો ફોટોગ્રાફ સોશ્યલ મિડિયામાં વાઇરલ થયો છે. આ ફોટો દિવાળી સમયનો છે. બીજી તરફ, ઇકૉનૉમિક ઓફેન્સિસ વિંગે અદાલતને એવું જણાવ્યું હતું કે પીએમસી બૅન્કના તમામ ડિરેક્ટર્સ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. ફેસબુકના યુઝર્સ પ્રશ્નો પૂછી રહ્યા છે કે તારા સિંહના પુત્રને કોણ બચાવી રહ્યું હતું?

મહારાષ્ટ્રના રાજ્યપાલની ઑફિસે પણ ‘મિડ-ડે’ સમક્ષ પુષ્ટિ કરી હતી કે ‘આ તસવીરો દિવાળીની આગલી સાંજે લેવામાં આવી હતી, જ્યારે બીજેપીના ભૂતપૂર્વ ધારાસભ્ય સરદાર તારા સિંહ માનનીય રાજ્યપાલને સૌજન્ય મુલાકાત સ્વરૂપે મળવા આવ્યા હતા. રાજભવનના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યા પ્રમાણે તારા સિંહ દિવાળી નિમિત્તે માનનીય રાજ્યપાલને મળવા આવ્યા હતા. તેમની સાથે અન્ય કેટલીક વ્યક્તિઓ પણ હતી જેમને અમે ઓળખતા ન હતા.

આ પણ વાંચો : બોરીવલીમાં ગોરાઈની એક સોસાયટીમાં સાત ભટકતા ડૉગીને ઘર મળ્યું

ભૂતપૂર્વ ધારાસભ્ય દિવાળી નિમિત્તે રાજ્યપાલને મળવા અને શુભેચ્છા પાઠવવા માગતા હતા આથી તેમને પરવાનગી આપવામાં આવી હતી. અમે જાણતા ન હતા કે તેમનો પુત્ર પણ ત્યાં મોજૂદ હતો જે પીએમસી બૅન્ક છેતરપિંડી કેસનો આરોપી છે.’

mumbai news