જે. જે. હૉસ્પિટલમાં 15 નવા ઑટોમૅટિક બેડ આવ્યા

05 November, 2019 03:44 PM IST  |  Mumbai | Gaurav Sarkar

જે. જે. હૉસ્પિટલમાં 15 નવા ઑટોમૅટિક બેડ આવ્યા

નવા ઑટોમૅટિક બેડ

જે. જે. હૉસ્પિટલના મેડિકલ ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં ૧૫ જૂના મૅન્યુઅલ બેડને સ્થાને ઇલેક્ટ્રૉનિકલી પાવર્ડ બેડ લાવવામાં આવ્યા છે. જૂના બેડની હાઇટ અને પોઝિશન ડૉક્ટરોએ જાતે બદલવી પડતી હતી. નવા બેડને કારણે સરકારી હૉસ્પિટલને ખાનગી હૉસ્પિટલ જેવી સુવિધા મળવા ઉપરાંત જૂના બેડ વ્યવસ્થિત ગોઠવવાનું ડૉક્ટરોનું કામ પણ ઓછું થઈ ગયું છે. 

નવા બેડ વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં એક રેસિડન્ટ ડૉક્ટરે કહ્યું હતું કે ‘આ સુવિધાને અપગ્રેડેશન તરીકે મૂલવી શકાય. અત્યાર સુધી જે. જે. હૉસ્પિટલ ખાનગી હૉસ્પિટલો કરતાં પછાત ગણાતી હતી. જૂના પલંગ ઍડ્જસ્ટ કરવાનું કામ ડૉક્ટરોએ જ કરવું પડતું હતું. જોકે હવે નવા બેડ સરળતાથી ઉપર-નીચે કરી શકાતા હોવાથી અમે ઇચ્છિત પોઝિશનમાં બેડ રાખી શકીએ છીએ.’
નવા બેડની કિંમત પ્રતિ બેડ ૧.૨ લાખ રૂપિયાની છે, પરંતુ જે. જે. હૉસ્પિટલ સરકારી હૉસ્પિટલ હોઈ સબ્સિડાઇઝ દરે જ મેળવ્યા હશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું

jj hospital mumbai news ranjeet jadhav