બાળ ઠાકરેના સ્મારક માટે ઔરંગાબાદમાં વૃક્ષો કેમ કપાઈ રહ્યાં છે?

09 December, 2019 11:38 AM IST  |  Mumbai

બાળ ઠાકરેના સ્મારક માટે ઔરંગાબાદમાં વૃક્ષો કેમ કપાઈ રહ્યાં છે?

બાળ ઠાકરે

ઔરંગાબાદમાં શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેનું સ્મારક બાંધવા માટે ૧૦૦૦ વૃક્ષો કાપવાના અખબારી અહેવાલના આધારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે પ્રહાર કર્યા હતા. મહા વિકાસ આઘાડીની સરકાર બન્યા પછી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સૌપ્રથમ નિર્ણય આરે કૉલોનીની હરિયાળીને વધુ નુકસાન ન થાય એ માટે ત્યાં મેટ્રો કારશેડનું બાંધકામ રોકવાનો લીધો હતો. વિકાસ માટે વૃક્ષો કાપવા બાબતે ચિંતા દર્શાવતી શિવસેના તરફ કટાક્ષ કરતી પોસ્ટ દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્‌વિટર પર લખી હતી.

આ પણ વાંચો : નો એન્ટ્રી: નૅશનલ પાર્કના ઇન્ટર્નલ રોડ પર પ્રાઇવેટ વાહનોને પ્રવેશબંધી

અમૃતા ફડણવીસે ટ્‌વિટર પર બાળ ઠાકરેનું સ્મારક બાંધવા માટે ૧૦૦૦ ઝાડ કાપવાના છપાયેલા સમાચારનો ફોટો પોસ્ટ કરીને
લખ્યું હતું, ‘દંભ એક બીમારી છે અને એ બીમારીમાંથી શિવસેના વહેલી સાજી થઈ જાય એવી શુભેચ્છા. વૃક્ષો કાપવા બાબતે સગવડિયું વલણ કે જે પ્રોજેક્ટમાં કમિશન મળે એમાં જ ઝાડ કાપવાની છૂટ અપાય? આ બધાં માફ ન કરાય એવાં પાપ છે.’

mumbai mumbai news bal thackeray aurangabad