3 વર્ષની બાળકીની 23 માળના ટાવર પરથી ફેંકીને કરપીણ હત્યા

06 December, 2019 09:49 AM IST  |  Mumbai | Samiullah Khan

3 વર્ષની બાળકીની 23 માળના ટાવર પરથી ફેંકીને કરપીણ હત્યા

3 વર્ષની બાળકીનો મૃતદેહ

નરેન્દ્ર મોદીના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ સંદેશની ઐસીતૈસી કરતી હિચકારી ઘટના કાંદિવલી-વેસ્ટમાં બની છે. ત્રણ દિવસની એક નવજાત બાળકી કાંદિવલી-વેસ્ટના જયમાતા ટાવરના વેન્ટિલેશન સાફ્ટમાં ભોંયતળિયે મૃત હાલતમાં મળી હતી. ટાવરના પાંચમા-છઠ્ઠા માળના પાઇપ સાથે અથડાઈને તે પટકાઈ હોવાથી બાળકીને બાથરૂમમાંથી ફેંકવામાં આવી હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે. બાળકીને સોસાયટીના કયા માળેથી ફેંકવામાં આવી, કોઈક અજાણી વ્યક્તિએ બહારથી આવીને ફેંકી કે સોસાયટીના જ કોઈક રહેવાસીએ તેને ઉપરથી ફેંકી એની તપાસ કાંદિવલી પોલીસે શરૂ કરી છે. કાંદિવલી પોલીસે હાલમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 બાળકી મૃતઅવસ્થામાં મળી આવી હતી એ જયમાતા ટાવર નજીક લોકોનું એકઠું થયેલું ટોળું.

કાંદિવલી-વેસ્ટમાં લાલજીપાડા વિસ્તારમાં આવેલા જયમાતા ટાવરના ભોંયતળિયેથી ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે ત્રણ દિવસની એક બાળકીનો મૃતદેહ મળી આવતાં હાહાકાર મચી ગયો હતો. બાળકી ત્રણ જ દિવસની ઉંમર ધરાવતી હોવાનું પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

કાંદિવલીના પોલીસ અધિકારીએ આ સંદર્ભે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘બાળકીનો મૃતદેહ ભોંયતળિયેથી મળી આવ્યો હતો. ૨૩ માળના જયમાતા ટાવરમાં ‘બી’ વિન્ગના પાંચમા અને છઠ્ઠા માળ વચ્ચેનો પાઇપ તૂટીને બાળકી પર પડેલો જોવા મળ્યો હતો. આનો અર્થ એવો થાય છે કે બાળકીને છઠ્ઠાથી ૨૩મા માળ વચ્ચેના કોઈક ફ્લોર પરથી ફેંકવામાં આવી હશે.’

આ પણ વાંચો : સગીરાને ફિલ્મની ઑફર કરીને છેડછાડની કોશિશ કરનારો ઝડપાયો

ટાવરના એક રહેવાસીનું ધ્યાન જતાં તેણે કાંદિવલી પોલીસને જાણ કરી હતી. અધિકારીએ વધુમાં માહિતી આપતાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બાળકીને અમે હૉસ્પિટલમાં દાખલ કરી હતી, પણ તેને દાખલ કરતાં પૂર્વે મૃત ઘોષિત કરવામાં આવી હતી. નવજાત બાળકીને કોઈક બહારની વ્યક્તિ ફેંકી ગયું હતું કે ટાવરમાં રહેતી કોઈ વ્યક્તિએ જ ફેંકી છે એ હજી સુધી કળી શકાયું નથી. સીસીટીવી કૅમેરાના આધારે અમે શોધ આદરી છે. બાળકીના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે શતાબ્દી હૉસ્પિટલમાં મોકલી આપ્યો છે.’ ૩ દિવસની નવજાત બાળકીનાં માતા-પિતા કોણ છે એનો પત્તો પોલીસ મેળવી રહી છે.

kandivli mumbai mumbai news samiullah khan