મુંબઈ મહાનગરપાલિકા પ્રૉપર્ટી ટૅક્સના નિયમોમાં ફેરફાર કરશે

06 February, 2020 06:52 PM IST  |  Mumbai Desk | chetna saddekar

મુંબઈ મહાનગરપાલિકા પ્રૉપર્ટી ટૅક્સના નિયમોમાં ફેરફાર કરશે

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીએમસી દ્વારા હવે પ્રૉપર્ટી ટૅક્સના નિયમોમાં બદલાવ કરવામાં આવશે. નિયમોમાં સુધારો કરવા નવી કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી પ્રૉપર્ટી ટૅક્સના નિયમોમાં સુધારો-વધારો કરશે.

મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર નવા નિયમમાં ખાતરી રાખવામાં આવશે કે નાગરિકો પાસેથી દર વર્ષે તમામ બિલની ભરપાઈ લઈ શકાય. બીએમસીના પ્રૉપર્ટી ટૅક્સમાં દર પાંચ વર્ષે બદલાવ કરવામાં આવે છે, પરંતુ છેલ્લાં દસ વર્ષમાં પ્રૉપર્ટી ટૅક્સમાં ચેન્જ લાવવો એક પડકાર સમાન હતું, કારણકે ૫૦૦ સ્ક્વેર ફૂટની નીચેના મકાનો પર પ્રૉપર્ટી ટૅક્સ વસૂલવો પહેલાના નિયમ મુજબ જુદું હતું. જ્યારે અમુક લોકોનું કહેવું છે કે કેપિટલ વેલ્યુ સિસ્ટમનો ઉપયોગ ખોટી રીતે થઈ રહ્યો છે.

દરેક જમીનનો ટૅક્સ અલગ અલગ હોય છે જે નવા સુધારામાં એકસરખો કરવામાં આવશે.

બજેટ ૨૦૨૦-૨૧માં પ્રૉપર્ટી ટૅક્સની રકમમાં વધારો થયો છે કે નહીં તેની ચોખવટ કરાઈ નહોતી, પણ બીએમસી ચીફના જણાવ્યા અનુસાર ૨૦૨૦-૨૧થી ૨૦૨૫-૨૬ સુધીના નવા આવનારા પ્રૉપર્ટી ટૅક્સ સ્લેબમાં સુધારો કરવામાં આવશે.

mumbai news mumbai brihanmumbai municipal corporation