મીરા-ભાઇંદર પા‌લિકાની સ્કૂલના ગુજરાતી ‌વિદ્યાર્થીઓને આખરે ન્યાય મળ્યો

14 December, 2019 07:44 AM IST  |  Mumbai

મીરા-ભાઇંદર પા‌લિકાની સ્કૂલના ગુજરાતી ‌વિદ્યાર્થીઓને આખરે ન્યાય મળ્યો

BMC સ્કૂલ

મીરા-ભાઈંદર મહાનગરપા‌લિકાની સ્કૂલના ગુજરાતી ‌વિદ્યાર્થીઓનું ભા‌વિ ધૂંધળું થાય એ પહેલાં ‌‘મિડ-ડે’ દ્વારા હાથ ધરાયેલી મહેનત રંગ લાવી છે. મહાનગરપા‌લિકાની સ્કૂલના બે અલગ-અલગ ધોરણના ‌વિદ્યાર્થીઓને એક ક્લાસમાં ભણાવાતા હતા જેના કારણે ‌વિદ્યાર્થીઓના ‌‌શૈક્ષ‌ણિક ભાવિ સામે પ્રશ્નાર્થ ઊભો થયો હતો. આ ‌વિશે ‘‌મિડ-ડે’માં અહેવાલ પ્ર‌સિદ્વ કરાયો હતો. ‌શિક્ષણ અ‌ધિકારીએ આપેલાં આશ્વાસન અનુસાર ગંભીરતા દાખવીને સ્કૂલની ‌‌મુલાકાત લઈને બન્ને વર્ગોની જુદી-જુદી વ્યવસ્થા કરી આપી હતી. આ પગલું લેવાના કારણે ‌શિક્ષકો સ‌હિત ‌વિદ્યાર્થીઓને પણ ખૂબ મોટી રાહત મળી છે.

મીરા-ભાઈંદર મહાનગરપા‌લિકા દ્વારા પ્રાઈવેટ સ્કૂલોની સ્પર્ધાને માત આપવા માટે અનેક પ્રકારના પ્રયાસ હાથ ધરાય છે. પા‌લિકાની ગુજરાતી, ‌હિન્દી, મરાઠી અને ઉર્દૂ ‌મીડિયમની ૩૬ સ્કૂલ છે અને આ સ્કૂલમાં ૭૪૦૦ ‌વિદ્યાર્થીઓ ‌ભણી રહ્યા છે. જોકે ભાઈંદર-વેસ્ટમાં ભાઈંદર સેકન્ડરી સ્કૂલના ‌પ્રિમાઇસીસમાં મીરા-ભાઈંદર મહાનગરપા‌લિકાની એક મોટી ‌બિ‌‌લ્ડિંગ છે, જેમાં છ સ્કૂલ છે. જેમાં બાલવાડી (‌હિન્દી-મરાઠી), ગુજરાતી ‌મીડિયમની સ્કૂલ નંબર-૧૭, ‌મરાઠી ‌મીડિયમની સ્કૂલ નંબર-૧૬, હિન્દી ‌મીડિયમની સ્કૂલ નંબર-૧૮ અને સ્કૂલ નંબર-૩૦, ઉર્દૂ ‌મીડિયમની સ્કૂલ નંબર-૩૧નો સમાવેશ છે. જેમાં ગુજરાતી ‌મીડિયમની સ્કૂલ નંબર- ૧૭ આ સ્કૂલની મુખ્ય ‌બિ‌‌‌લ્ડિંગના પહેલા માળ પર છે.

જોકે ગુજરાતી સ્કૂલના ‌વિદ્યાર્થીઓના એક ક્લાસને ખાલી કરીને એ વર્ગનો ‌શિક્ષણ ‌વિભાગ દ્વારા ઉપયોગ કરાઈ રહ્યો છે. બે મ‌હિના પહેલાં એમાં ‌શિક્ષણ ‌વિભાગના બધા ‌શિક્ષા અ‌‌ભિયાન (સમગ્ર ‌શિક્ષા અભિયાન) હવે આ ‌વિભાગના કાર્યાલયમાં ચાલુ કરાયાં છે. એ પહેલાં આ કાર્યાલય ભાઈંદરના નગર ભવન, ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર ‌બિ‌લ્ડિંગના બીજા માળે હતું. આ ‌વિભાગ મહારાષ્ટ્ર શાસનના મુખ્ય પ્રધાન સ‌ચિવના માર્ગદર્શન હેઠળ કામ કરે છે.

જોકે આ ‌વિભાગ શરૂ કરવા માટે ગુજરાતી મીડિયમના એક વર્ગને ખાલી કરાતાં એ વર્ગનો અન્ય ધોરણના વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

શું આદેશ અપાયો?
‌‍
શિક્ષણ અ‌ધિકારી ઉ‌ર્મિલા પારધેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું બુધવારે ભાઈંદરમાં નહોતી એથી ગુરુવારે મેં સ્કૂલની મુલાકાત લીધી હતી. ત્યાંની સ્થિતિ જાણ્યા બાદ ‌પ્રિ‌ન્સિપાલને બે અલગ વર્ગ ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો હતો. એ અનુસાર ગઈ કાલથી જ ‌વિદ્યાર્થીઓને અલગ ક્લાસ મળી ગયો છે.

mumbai mumbai news mira road bhayander