ભિવંડીમાં સાત વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો

23 December, 2019 01:49 PM IST  |  Mumbai

ભિવંડીમાં સાત વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો

પ્રતીકાત્મક તસવીર

ભિવંડીની શનિવારે રહસ્યમય રીતે ગાયબ થયેલી સાત વર્ષની બાળકીનો માથું છુંદાયેલી હાલતમાં મૃતદેહ ગઈ કાલે સવારે મળી આવ્યો હતો. મૃતક બાળકી પર બળાત્કાર કરાયાની શક્યતાની શંકા લોકોએ વ્યક્ત કરતાં અહીંના ભોઈવાડા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.

ભિવંડી નજીકના કારીવલી ગામ પંચાયતની હદમાં આવેલી વસતિમાં પરિવાર સાથે રહેતી સાત વર્ષની બાળકી રાત્રે નવ વાગ્યે ઘરની બહાર રમતી હતી ત્યારે તે રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. ગઈ કાલે સવારે છ વાગ્યે કોઈક સુભાષનગર નજીકના એકાંત સ્થળે શૌચ માટે ગયું હતું ત્યારે તેણે બાળકીનો મૃતદેહ પડેલો જોયો હતો. તેણે તેનાં માતા-પિતાને જાણ કરતાં બધા ઘટનાસ્થળે દોડી ગયાં હતાં.

આ પણ વાંચો : ફોનમાં વાત કરતો યુવક ચાલતી ટ્રેનમાંથી પડ્યો, જીવ બચી ગયો

કોઈક અજાણ્યા આરોપીએ બાળકીના માથામાં પથ્થરથી હુમલો કરીને માથું છૂંદી નાખ્યું હતું. બાળકી પર બળાત્કાર કરાયાની શંકા હોવાથી બાળકીનાં માતા-પિતા અને લોકોએ આ મામલે તપાસની માગણી કરતાં અહીંના ભોઈવાડા પોલીસે બાળકીના મૃતદેહને તાબામાં લઈને પોસ્ટમૉર્ટમ કરવા માટે મોકલી આપીને અજાણ્યા હત્યારાને પકડવા માટે કેટલીક ટીમ બનાવીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai mumbai news Crime News mumbai crime news bhiwandi