છત્તીસગઢની માનસિક અસ્થિર યુવતીનું પરિવાર સાથે પુનર્મિલન

12 November, 2019 01:43 PM IST  |  Mumbai | Diwakar Sharma

છત્તીસગઢની માનસિક અસ્થિર યુવતીનું પરિવાર સાથે પુનર્મિલન

પ્રતીકાત્મક તસવીર

ટેક-સૅવી સેન્ટ્રલ રેલવેના પોલીસ અધિકારીઓએ એક મહિના અગાઉ લોઅર પરેલ સ્ટેશન પાસે પાટા પર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલી એક યુવતીનું વેબ-સર્ચની મદદથી છત્તીસગઢ સ્થિત તેના પરિવાર સાથે પુનર્મિલન કરાવ્યું હતું.

પ્રીતિ તુલારામ સોની તરીકે ઓળખ કરાયેલી યુવતી ૩૧ ઑક્ટોબરે લોઅર પરેલ રેલવે સ્ટેશને ટ્રેનમાંથી પડી ગયા બાદ તેને નાયર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

૨૬ વર્ષની આ માનસિક વિકલાંગ યુવતીનું છત્તીસગઢના રાજીમ જિલ્લાના તેના સગાંસંબંધીઓ સાથે મિલન કરાવાયું હતું, જ્જ્યાં મે મહિનામાં તે ગુમ થઈ હતી એની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પ્રીતિએ પોલીસને તૂટેલાં વાક્યોમાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે હું લોઅર પરેલ સ્ટેશન નજીક ચાલતી ટ્રેનમાંથી પડી ગઈ હતી.

પ્રીતિ માનસિક રીતે સ્થિર ન હોવાથી તે સ્વયંને ઓળખવા માટે અસમર્થ હતી. અમે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે ઘણી વખત તે હસી પડતી હતી. તેણે ફક્ત એટલું જણાવ્યું હતું કે તેનું નામ પ્રીતિ છે. એક દિવસ પછી તેણે હૉસ્પિટલની નર્સને જણાવ્યું હતું કે હું છત્તીસગઢના રાજીમ જિલ્લાની વતની છું.

આ પણ વાંચો : ડ્રગ્સનો નશો કરી ટ્રાફિક પોલીસને ગાળો ભાંડનાર ઓલા-ડ્રાઇવર ઝડપાયો

મેં જિલ્લાનું નામ લખ્યું અને સર્ચ-એન્જિન પર ત્યાંનું સ્થાનિક પોલીસ-સ્ટેશન સર્ચ કર્યું. મેં સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધીને રાજીમના મારા સમકક્ષ અધિકારીને પ્રીતિનો ફોટો મોકલ્યો. ત્યાંના પોલીસે ફોન પર ગુમ થયેલી વ્યક્તિની ફરિયાદની પુષ્ટિ કરી અને યુવતી માનસિક અસ્થિર હોવાનું જણાવ્યું. અગાઉ પણ તે કેરળથી મળી હતી એમ અધિકારીએ જણાવ્યું હતું.

mumbai news central railway indian railways