મુંબઈ: થર્ડ જેન્ડરના લોકોના હિત માટે મહારાષ્ટ્ર સરકારનું અલાયદું બોર્ડ

23 February, 2019 11:05 AM IST  |  | ધર્મેન્દ્ર જોરે

મુંબઈ: થર્ડ જેન્ડરના લોકોના હિત માટે મહારાષ્ટ્ર સરકારનું અલાયદું બોર્ડ

રાજકુમાર બડોલે

થર્ડ જેન્ડરના લોકોના હિત માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા અલાયદું બોર્ડ સ્થાપવામાં આવ્યું છે. સામાજિક ન્યાય ખાતાના પ્રધાનના વડપણ હેઠળનું આ બોર્ડ લાંબા સમયથી ન્યાયથી વંચિત રહેલા અને ન્યાયની માગણી કરનારા સમાજના લોકોની સામાજિક-આર્થિક જવાબદારીઓનું વહન કરવા ઉપરાંત તેમના માનવ હકોનું રક્ષણ કરશે.

સામાજિક ન્યાય ખાતાના પ્રધાન રાજકુમાર બડોલેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘થર્ડ જેન્ડરના લોકો સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે તેમ જ તેમની સાથે અસમાનતાનું વર્તન કરવામાં આવે છે. આ સમાજના લોકોને સરકારનાં વિકાસ અને હિતકારક કાર્યોથી દૂર રાખવામાં આવે છે, પણ હવે સમય પાકી ગયો છે કે સરકારે તેમને આર્થિક અને સામાજિક દરજ્જો અપાવવા અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે તેમના ગાર્ડિયન બનીને કામ કરવું પડશે.

આ પણ વાંચો : મુંબઈ: સરકારની સતામણી સામે પ્રાઈવેટ ઇંગ્લિશ સ્કૂલોએ ચડાવી બાંયો

જેના ભાગરૂપે થર્ડ જેન્ડરના લોકોને ID કાર્ડ આપવામાં આવશે. દસમા ધોરણ પછી આગળ અભ્યાસ કરવા તેમને સ્કૉલરશિપ આપવામાં આવશે. પાત્રતા હોવા છતાં હોસ્ટેલમાં જગ્યા ન મેળવી શકતા થર્ડ જેન્ડરના લોકોને આંબેડકર સ્વાધાર યોજના હેઠળ ૬૦,૦૦૦ રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવશે. કૌશલ ધરાવતા અને શિક્ષિત લોકોને રોજગાર પણ પુરો પાડવામાં આવશે.

mumbai news lesbian gay bisexual transgender