પાસ કે ફેલ થયાની ખબર ન હોવા છતાં લૉ સ્ટુડન્ટે ફરી પરીક્ષા આપવી પડશે

15 April, 2019 01:38 PM IST  |  મુંબઈ | પલ્લવી સ્માર્ત

પાસ કે ફેલ થયાની ખબર ન હોવા છતાં લૉ સ્ટુડન્ટે ફરી પરીક્ષા આપવી પડશે

કાજલ પાટીલ

જી. જે. અડવાણી લૉ કૉલેજની સ્ટુડન્ટ કાજલ પાટીલને PILના પેપરમાં પાસ કે ફેઇલ થયાની ખબર નહીં હોવા છતાં તેણે એ વિષયની પરીક્ષા ફરી આપવાની ફરજ પડી છે. ગયા માર્ચ મહિનામાં લૉ ર્કોસના પાંચમા સેમિસ્ટરનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે માર્કશીટમાં PILના વિષયમાં ‘શૂન્ય’ વાંચવા મળ્યું ત્યારે કાજલને આશ્ચર્ય થયું હતું. મુંબઈ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની બેદરકારીથી વિદ્યાર્થીઓની પરેશાનીનો સિલસિલો હજુ ચાલુ છે, એમાં કાજલ પાટીલ સાથે વિચિત્ર ઘટના બની છે.

કોઈપણ વિષયમાં ‘ઝીરો’ માક્ર્સ અશક્ય જણાતાં કાજલે મુંબઈ યુનિવર્સિટીમાં ફરિયાદ કરી હતી. યુનિવર્સિટીના સંબંધિત અધિકારીઓએ કાજલને જણાવ્યું હતું કે ‘કોઈ કારણોસર તમારું પરિણામ રિઝર્વ્ડ રાખવામાં આવ્યું છે, એથી તમે પેપરની ફેરતપાસણીની અરજી નહીં કરીને થોડો વખત રાહ જુઓ એ વાજબી છે.’ યુનિવર્સિટીના અધિકારીઓની બાંયધરી મુજબ કાજલે રાહ જોવાનું પસંદ કર્યું હતું. યુનિવર્સિટીના જવાબની રાહ જોવામાં પેપર્સના રિવૅલ્યુએશનની છેલ્લી તારીખ પણ પસાર થઈ ગઈ હતી.

જોકે રિવૅલ્યુએશનની છેલ્લી તારીખ વીતી જતાં કાજલે સલામતી માટે એ પેપરની પરીક્ષા ફરી આપવાની અરજી કરી દીધી છે, કારણ કે કાજલના PILના પેપરની બાબતમાં શું અજુગતું બન્યું એ જાણવા માટે મુંબઈ યુનિવર્સિટીને હજી આઠ દિવસ લાગશે. કાજલે ફાઇનલ છઠ્ઠા સેમિસ્ટરની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી છે. એક વિષયમાં નાપાસ બતાવતા પાંચમા સેમિસ્ટરના રિઝલ્ટનું શું થશે એ કાજલ જાણતી નથી.

આ પણ વાંચો : મોસમનો મિજાજ :મુંબઈમાં આજે પણ વરસાદની આગાહી

આ વિષયમાં પ્રતિક્રિયા માટે મુંબઈ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના જનસંપર્ક અધિકારી વિનોદ મહાલે ઉપલબ્ધ નહોતા.

mumbai mumbai news pallavi smart