બચાડી દીપડી! એને ખબર જ નથી કે, આરે હવે જંગલ નથી

12 October, 2019 08:37 AM IST  |  મુંબઈ

બચાડી દીપડી! એને ખબર જ નથી કે, આરે હવે જંગલ નથી

દીપડી (તસવીર: આશિષ રાણે)

આરેમાં વન્ય પશુઓનો વસવાટ છે કે નહીં એ વિશે વાદ-વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અમને આરે મિલ્ક કૉલોનીમાં વસવાટ કરતી વીનસ નામની એક દીપડીનો ફોટો પ્રાપ્ત થયો છે. હવે આ દીપડીને કોણ સમજાવે કે મહારાષ્ટ્ર સરકારની અદાલતમાં રજૂઆત મુજબ આરે કૉલોની હવે જંગલ નથી એટલે અહીં આવવું નહીં. આ દીપડીએ આશરે બે કલાક સુધી આરેમાં આરામ ફરમાવ્યો હતો. શું આરે જંગલ છે? એ સવાલનો જવાબ આ તસવીર આપી જ દે છે. શુક્રવારે મળસકે ‘મિડ-ડે’ એક દીપડી સ્વરૂપે પુરાવા રેકૉર્ડ કરી શક્યું હતું.

આ પણ વાંચો : કાંદા પછી ટમેટાં પણ થયાં મોંઘાં

એના યુનિક માર્કિંગ્સના આધારે વીનસ તરીકે ઓળખાયેલી દીપડીએ કૉલોનીમાં બે કલાક વિતાવ્યા હતા. પ્રકૃતિપ્રેમીના મત અનુસાર આ દીપડી અહીંનું રહેવાસી પ્રાણી છે અને છેલ્લાં ત્રણ વર્ષથી એ આરેમાં ફરે છે. હા, પણ હવે મેટ્રોનું કારશેડ બંધાવાનું હોવાથી ‘વીનસે અહીં આવવું નહીં’ એવો આદેશ તેના સુધી કોણ પહોંચાડે છે એ જોવું રહ્યું. 

aarey colony save aarey goregaon mumbai news