સંજય બર્વેએ વીઆઇડીસીનો રિપોર્ટ વાંચ્યો નહોતોઃ પરમબીર સિંહ

21 December, 2019 02:38 PM IST  |  Mumbai | Faizan Khan

સંજય બર્વેએ વીઆઇડીસીનો રિપોર્ટ વાંચ્યો નહોતોઃ પરમબીર સિંહ

સંજય બર્વે અને પરમબીર સિંહ

અબજો રૂપિયાના સિંચાઈ કૌભાંડમાં એન્ટિ કરપ્શન બ્યુરો(એસીબી)નો અખત્યાર સંભાળતા ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ(ડીજીપી) પરમબીર સિંહે ૧૯ ડિસેમ્બરે ફાઇલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું હતું કે ‘બ્યુરોના અગાઉના ડીજીપી (હાલના મુંબઈના પોલીસ કમિશનર) સંજય બર્વેએ એમને ઉપલબ્ધ સામગ્રી પરથી તારણ કાઢ્યું હતું, પરંતુ એમણે વિદર્ભ ઇરિગેશન ડેવલપમેન્ટ કૉર્પોરેશન (વીઆઇડીસી)નો ૨૬ માર્ચ, ૨૦૧૮નો રિપોર્ટ વાંચ્યો નહોતો. એ રિપોર્ટ અમરાવતીના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ(એસપી)ના જળસંસાધન વિભાગને પૂછેલા સવાલના જવાબ રૂપે ફાઇલ કરવામાં આવ્યો હતો. 

પરમબીર સિંહે એફિડેવિટમાં જણાવ્યું હતું કે ‘સંજય બર્વેની એફિડેવિટ તૈયાર કરવામાં આવી ત્યારે કેસની તપાસ કરતા અધિકારીઓમાંથી કોઈએ સિંચાઈના કૉન્ટ્રૅક્ટ્સ તથા અન્ય વ્યવહારોમાં અજિત પવારની ભૂમિકા વિશે અહેવાલ સુપરત કર્યો નહોતો. એ સંજોગોમાં સંજય બર્વેને તપાસ અધિકારીઓએ મેળવેલા રેકૉર્ડ અને એકઠી કરેલી સામગ્રીના અભ્યાસનો અવસર મળ્યો નહોતો.

ajit pawar mumbai news mumbai