ડેન્જરસ પુલો ક્યારે નવા બનાવવામાં આવશે?

16 March, 2019 01:00 PM IST  |  | જયેશ શાહ

ડેન્જરસ પુલો ક્યારે નવા બનાવવામાં આવશે?

ડેન્જરસ પુલ

એલ્ફિન્સ્ટન બ્રિજ અને અંધેરીમાં ગોખલે પુલ તૂટી ગયા બાદ BMCએ IIT મુંબઈ અને મુંબઈ રેલવેના કુલ ૪૪૫ FOB અને ROBના પુલોનું સંયુક્ત ઑડિટ કરવામાં આવ્યું હતું. એમાં કેટલાક પુલોને તોડીને નવેસરથી બનાવવાની અને કેટલાક પુલોનું રિપેરિંગ કરવાની સલાહ આપવામાં આવી હતી. ગુરુવારે CSMTનો જે પુલ તૂટ્યો એનું ઑડિટ કરવાનું ઑડિટ વિભાગે કહ્યું હતું, પરંતુ સરખી રીતે ઑડિટ કરવામાં આવ્યું નહોતયુ જેના પરિણામે દુર્ઘટના થઈ અને છ લોકાનાં મોત થયાં અને ૩૧ જણ જખમી થયા છે. આ પુલનું નિર્માણ ૧૯૮૪માં થયું હતું.

આરટીઆઇ કાર્યકર શકીલ શેખે મુંબઈ ઉપનગરીય રેલપાટાઓની ઉપર કુલ કેટલા FOB અને ROB છે અને એનું નિર્માણ ક્યારે થયું છે તેમ જ આ પુલોના નિરીક્ષણ માટે કેટલા નિરીક્ષકોની જાવબદારી છે એ વિશે સેન્ટ્રલ રેલવેના સૂચના અધિકારી એસ. કે. શ્રીવાસ્તવ પાસે માહિતી માગી હતી. તેને મળેલા જવાબ અનુસાર ઘ્લ્પ્વ્થી કર્જત અને કસારાની વચ્ચે કુલ ૭૧ ROB છે અને ૧૬૩ FOB છે. વેસ્ટર્ન રેલવેમાં ચર્ચગેટથી ગુજરાતના સુરત રેલવે-સ્ટેશન વચ્ચે કુલ ૧૪૬ FOB છે અને કુલ ૪૬ ROB છે. જોકે અલગથી કોઈ પુલ નિરીક્ષક નથી. એમાંથી કેટલાક પુલ ૨૦૦ વર્ષથી વધુ જૂના છે અને જર્જરિત હાલતમાં છે.

ઑડિટરોએ નીચે મુજબના FOB અને ROB તોડવાની સલાહ આપી છે

યલો ગેટ FOB મસ્જિદ (ઈસ્ટ), એમ. કે. રોડ ચંદનવાડી FOB મરીન લાઇન્સ, એમ. કે. રોડ, ચંદનવાડી FOB - રેલવે મરીન લાઇન્સ, હંસા મુંગરા માર્ગ પાઇપ બ્રિજ, એસ.બી.આઇ. કૉલોની બ્રિજ, ગાંધીનગર, કુરારગાંવ બ્રિજ, વાલભાત નાળા, ગોરેગામ બ્રિજ, રાનગર ચોક, રાનગર ચોક, વિઠ્ઠલનગર, દહિસર બ્રિજ, એસ.વી.પી. રોડ, આકુર્લી રોડ-દહિસર બ્રિજ, હરિ મસ્જિદ-સાકીનાકા બ્રિજ, તિલકનગર-રેલવે FOB બર્વેનગર-રેલવે FOBનો સમાવેશ થાય છે.

mumbai news chhatrapati shivaji terminus indian institute of technology central railway brihanmumbai municipal corporation