આલી રે આલી આફૂસ આલી

21 January, 2019 11:46 AM IST  |  | રોહિત પરીખ

આલી રે આલી આફૂસ આલી

આફૂસ કેરી

નવી મુંબઈના વાશીની APMC માર્કેટમાં શનિવારથી મહારાષ્ટ્ર અને કર્ણાટકની કેરી આવવાની શરૂઆત થઈ ગઈ છે. આ પહેલાં ઑક્ટોબર મહિનાથી આફ્રિકાની કેરી આવવાની શરૂઆત થઈ ગઈ હતી. ગયા વર્ષ કરતાં આ વર્ષે જાન્યુઆરીમાં એક અઠવાડિયા વહેલી કેરી આવી ગઈ હતી.

આ બાબતની માહિતી આપતાં નવી મુંબઈની હોલસેલ ફ્રૂટમાર્કેટના અગ્રણી વેપારી સંજ્ય પાનસરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષે મહારાષ્ટ્ર અને કર્ણાટકની કેરી ૨૬ જાન્યુઆરી પછી માર્કેટમાં આવી હતી, પરંતુ આ વર્ષે એક અઠવાડિયા પહેલાં જ કેરીની પેટીઓ માર્કેટમાં ઊતરવાની શરૂઆત થઈ ગઈ છે. શનિવારે દેવગડની આફૂસ કેરીની ૧૭૩ પેટી માર્કેટમાં ઊતરી હતી. આ સિવાય બીજી ૩૩ પેટીઓ ઊતરી હતી, જ્યારે કર્ણાટકની ૧૨૫થી વધુ પેટી માર્કેટમાં આવી હતી.’

આ પણ વાંચો : મુંબઈ મૅરથૉનમય : ગાંજ્યા ન જાય એ ગુજરાતી

ભાવની માહિતી આપતાં સંજય પાનસરેએ કહ્યું હતું કે ‘અત્યારે આવેલી કેરીની પેટીઓના ભાવ ૨૦૦૦થી ૬૦૦૦ રૂપિયા સુધી ચાલી રહ્યા છે. ભાવનો આધાર કેરીની જાત અને કેરીની સાઇઝ પર અવલંબે છે. ઑક્ટોબરમાં આફ્રિકાની આફૂસ કેરીની સાથે દેવગડની કેરી આવી હતી, પરંતુ એ સમયે માલ બહુ ઓછો આવ્યો હતો, જેને કારણે અનેક કેરીરસિયાઓ નિરાશ થઈને પાછા ગયા હતા. અત્યારે પણ બહુ જ ઓછો માલ આવ્યો છે.’

mumbai news apmc market