વેસ્ટર્ન રેલવે માટે ફર્સ્ટ ક્લાસ કોચ માત્ર પુરુષો માટે જ

15 November, 2019 12:12 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

વેસ્ટર્ન રેલવે માટે ફર્સ્ટ ક્લાસ કોચ માત્ર પુરુષો માટે જ

અંધેરી રેલવે સ્ટેશનના હાર્બર લાઇન પ્લૅટફૉર્મ પર જેન્ટ્સ ફર્સ્ટ ક્લાસનું સાઇનબોર્ડ.

વેસ્ટર્ન રેલવે સ્ટેશનો પર એક મોટી ભૂલ કહી શકાય એવી ઘટના બની છે. કેટલાંક મહત્વનાં રેલવે સ્ટેશનો પર ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટ્સને માત્ર ‘ફર્સ્ટ ક્લાસ’ને સ્થાને ‘જેન્ટ્સ ફર્સ્ટ ક્લાસ’ તરીકે દર્શાવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે લેડીઝ ફર્સ્ટ ક્લાસ સાઇનેજ યોગ્ય છે, ત્યારે જેન્ટ્સ ફર્સ્ટ ક્લાસ ભૂલભરેલું છે, કારણ કે ભારતીય રેલવેના નિયમનોના ક્લાસ કોડ મુંબઈ રેલવે પર આવો કોઈ કમ્પાર્ટમેન્ટ નથી. કથિત ફર્સ્ટ ક્લાસનો ટિકિટ કે પાસ ધરાવનારી દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ.

ઍક્ટિવિસ્ટે રેલવેની પુરુષ પ્રધાન માનસિકતા પર સવાલ ખડો કર્યો છે. આ બોર્ડ જોઈને મને આંચકો લાગ્યો હતો. ભારતીય રેલવેઝમાં ‘જેન્ટ્સ કોચ’ જેવું કશું નથી, પણ માહિમ ખાતેનું આ સાઇનેજ જેન્ટ્સ કોચ દર્શાવે છે. આ પુરુષ પ્રધાન માનસિકતા છે. અહીં દર્શાવાયેલો જેન્ટ્સ કોચ વાસ્તવમાં ફર્સ્ટ ક્લાસ જનરલ કોચ છે તેમ બોર્ડ સૌપ્રથમ જોનારા જતીન દેસાઈએ જણાવ્યું હતું.

mumbai andheri mahim western railway mumbai railways mumbai news rajendra aklekar