ભિવંડીની કપડાંની ફૅક્ટરીમાં આગ : કોઈ પણ જાનહાનિ નહીં

11 January, 2020 12:16 PM IST  |  Thane

ભિવંડીની કપડાંની ફૅક્ટરીમાં આગ : કોઈ પણ જાનહાનિ નહીં

ભિવંડીની કપડાંની ફૅક્ટરીમાં આગ

થાણેના ભિવંડી શહેરમાં આવેલી કપડાંની ફૅક્ટરીમાં ગઈ કાલે બપોરે લગભગ બે વાગ્યે ભીષણ આગ લાગી હોવાનું જણાવતાં થાણે પાલિકાના રિજનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા સંતોષ કદમે વધુમાં ઉમેર્યું હતું કે આ આગમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. પાવરલૂમ શહેર ભિવંડીના કલ્યાણ નાકા નજીકના ખોખા કમ્પાઉન્ડમાં આવેલી આ ફૅક્ટરી જોકે સંપૂર્ણપણે નાશ પામી હતી. આગની સૂચના મળતાં જ ભિવંડી નિઝામપુર શહેર મ્યુનિસિપલ કૉર્પોરેશનના ત્રણ ફાયર એન્જિન ઘટના સ્થળે દોડી ગયા હતા. બે-ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હોવાનું જણાવતાં સંતોષ કદમે કહ્યું હતું કે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

bhiwandi mumbai news mumbai