યુવતીને નગ્ન ફોટો બતાવનાર ઇવેન્ટ કંપનીના બે કર્મચારીની ધરપકડ કરાઈ

18 November, 2019 02:41 PM IST  |  Mumbai

યુવતીને નગ્ન ફોટો બતાવનાર ઇવેન્ટ કંપનીના બે કર્મચારીની ધરપકડ કરાઈ

પ્રતીકાત્મક તસવીર

ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપનીમાં કામ કરતી બે વ્યક્તિની ૧૯ વર્ષની યુવતીને નગ્ન ફોટો બતાવવા બદલ ધરપકડ કરવામાં આવી હોવાનું મુંબઈ પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું. નેહરુ નગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ બન્નેની ઓળખ કલ્યાણમાં રહેતા ૪૨ વર્ષના સંજય કુમાર ગુપ્તા અને અંધેરીમાં રહેતા ૩૫ વર્ષના સચિન કદમ તરીકે કરી હતી.

સૂચિત કેસમાં બન્ને વ્યક્તિની નિર્લજતાનો ભોગ બનનારી યુવતી પણ નવી મુંબઈમાં ઇવેન્ટ મૅનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છે. યુવતીના મિત્રએ વ્યવસાયનું વિસ્તરણ કરવા માટે ગુપ્તાને મળવા જણાવ્યું હતું. ગુપ્તાએ યુવતીને દાદર પર મળવા બોલાવી જ્યાં સચિન પણ તેમની સાથે જોડાયો હતો.

આ પણ વાંચો : ઘરવાપસી માટે ઉત્સુક પક્ષપલટુઓને ‘યોગ્યતા મુજબ’ NCPમાં પાછા લેવાશે : જયંત પાટીલ

બન્ને જણે યુવતીને નગ્ન ફોટો બતાવ્યા અને અશ્લીલ વાતો કરી તેને નગ્ન ઇવેન્ટ્સમાં હાજરી આપવા કહ્યું. યુવતીએ તેનાં મમ્મી-પપ્પાને ત્યાં બોલાવ્યાં જેમણે બન્નેને માર માર્યા પછી તેમને પોલીસને હવાલે કર્યા હતા.

mumbai news kalyan Crime News mumbai crime news