ક્વીન ઑફ ડેક્કન ટ્રેન માટે રાજવી ઠાઠની ડાઇનિંગ કાર

07 January, 2020 09:13 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ક્વીન ઑફ ડેક્કન ટ્રેન માટે રાજવી ઠાઠની ડાઇનિંગ કાર

ડેક્કન ટ્રેન માટે રાજવી ઠાઠની ડાઇનિંગ કાર

થોડા મહિનામાં મુંબઈ-પુણે ડેક્કન ક્વીનમાં ખંડાલા ઘાટની વચ્ચેની સફર અને બ્રેકફાસ્ટ તમારા આનંદને બેવડાવી દેશે. ભારતીય રેલવેએ આખરે આ અનોખી ટ્રેનને ડાઇનિંગ ટેબલ અને પૅનોરૅમિક બારી સાથે ૪૦ સીટર એક્સક્લુઝિવ ડાઇનિંગ કાર આપી છે.

આ વર્ષે જૂનમાં ૯૦ વર્ષ પૂરાં કરનાર ટ્રેન માટે રેલવે સૌપ્રથમ વાર હાયર-એન્ડ એલએચબી ક્લાસનો કોચ વિકસાવી રહી છે. આ કોચ વધુ સુવિધાજનક સફર સાથે સુધારાયુક્ત સસ્પેન્શન સિસ્ટમ ધરાવશે. એની ઝડપ ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની છે જે વધીને ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે. આ વર્ષના ઉત્તરાર્ધમાં નવી ડાઇનિંગ કાર તૈયાર થઈ જાય ત્યાર બાદ ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરી (આઇસીએફ) દ્વારા નિર્મિત હાલની જૂની ડાઇનિંગ કારને તબક્કાવાર દૂર કરવામાં આવશે.

નવી ડાઇનિંગ કારનો લેઆઉટ આરડીએસઓ (રિસર્ચ, ડિઝાઇન ઍન્ડ સ્ટાન્ડર્ડ્ઝ ઑર્ગેનાઇઝેશન) દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે અને રેલવે બોર્ડ દ્વારા પણ એને મંજૂરી આપવામાં આવશે એવી અપેક્ષા છે. એલએચબી પ્લૅટફૉર્મ પર પેન્ટ્રી-કમ-ડાઇનિંગ કારનો આ અનોખો લેઆઉટ છે. આઇસીએફ નવી એલએચબી રૅકનું ઉત્પાદન કરશે. કસ્ટમાઇઝેશન બાદ રૅક આ વર્ષે તૈયાર થઈ જાય એવી અપેક્ષા છે એવું સેન્ટ્રલ રેલવેઝના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું.

આ પણ વાંચો : પ્રાઇવેટ ટ્રેનો માટે જોગેશ્વરીમાં ટર્મિનસ?

સેન્ટ્રલ રેલવેએ મુંબઈકર અને પુણેકરને નવી ડેક્કન ક્વીન ટ્રેન માટેના આઠ વિકલ્પમાંથી કલર પસંદ કરવાનું જણાવ્યું હતું. એમાંથી સૌથી વધુ મત પર અને નીચે લાલ પટ્ટી સાથે સફેદ બૅકગ્રાઉન્ડ પર રૉયલ બ્લુ શેડ અને મોટા ફોન્ટમાં ડીક્યુ અંગ્રેજી મૂળાક્ષરો લખેલી ડિઝાઇનને મળ્યા હતા. ટ્રેન માટે યુનેસ્કોની યાદીમાં સ્થાન ધરાવતા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના ફોટો સાથેનો લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે.

mumbai trains indian railways central railway rajendra aklekar mumbai news