9 વર્ષની બાળકીએ પથારી ભીની કરી, તો માતા-પિતાએ તેનું ગળું જ દબાવી દીધું

13 December, 2019 08:59 AM IST  |  Mumbai | Samiullah Khan

9 વર્ષની બાળકીએ પથારી ભીની કરી, તો માતા-પિતાએ તેનું ગળું જ દબાવી દીધું

પ્રકાશ રાઠોડ અને અનીતા રાઠોડ

ભાઈંદર પાસેના ઉત્તનમાં હત્યા કરવામાં આવેલી નવ વર્ષની બાળકીને દત્તક લેનારા દંપતીમાંથી પત્ની અનિતા રાઠોડની પોલીસે ધરપકડ કરી છે અને એનો પતિ પ્રકાશ ફરાર થઈ ગયો છે. પોલીસને બાળકી પર બળાત્કાર કરાયો હોવાની શંકા છે પણ મૃતક બાળકી પર બળાત્કારનો આરોપ અનિતા નકારે છે. પ્રાથમિક મેડિકલ રિપોર્ટમાં બાળકીને ગળું દબાવીને ખતમ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. બળાત્કાર કરવામાં આવ્યો હતો કે નહીં એ બાબત વિશેષ રિપોર્ટમાં સ્પષ્ટ થશે.

કેસની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બાળકી ઘરકામ કરી શકતી નહોતી અને એને દત્તક લેનારા રાઠોડ દંપતીના ઘરના ટૉઇલેટના કમોડમાં પેશાબ કરતાં આવડતું નહીં હોવાથી દંપતીએ એનું ગળું દબાવી દીધું હતું. આરોપી દંપતી ક્રૂરતાથી બાળકીને મારઝૂડ કરતું હતું અને એ જ્યારે અન્ડરવેર કે પથારી ભીની કરે ત્યારે એને ખોરાક કે પાણી આપતું નહોતું.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રકાશ રાઠોડ બાળકીને સ્કૂલમાં ભણાવવા માટે એની ભત્રીજીને ઘરે લાવ્યો હતો, પરંતુ એને ઘરકામ કરવાની ફરજ પાડવામાં આવતી હતી. એને કલાકો સુધી ખોરાક કે પાણી આપતાં નહોતાં. નાનકડી બાળકીને કમોડ વાપરતાં આવડતું નહીં હોવાથી એ ટૉઇલેટને ગંદું કરતી હતી. ક્યારેક અજાણતાં કે ઊંઘમાં અન્ડરવેરમાં પેશાબ કરતી હતી. જ્યારે એવું બને ત્યારે રાઠોડ દંપતી એને ક્રૂરતાથી મારઝૂડ કરતું હતું.

પોલીસે જણાવ્યું હતું કે ૭ નવેમ્બરે બાળકીએ ફરી વખત અન્ડરવેર અને પથારી ભીની કરી ત્યારે મારઝૂડ કરીને એનું ગળું દબાવી દીધું હતું. ગળું દબાવવાથી બાળકી મૃત્યુ પામી હોવાનું જાણ્યા પછી એનો મૃતદેહ સિમેન્ટ કૉન્ક્રિટનું મિક્સ્ચર ભરેલા ડ્રમમાં નાખી દીધો અને એમાં ચાર દિવસ રાખી મૂક્યો. ૧૨ નવેમ્બરે પ્રકાશે વતનના ગામમાંથી એના બાવીસ વર્ષના ભાણેજ અશોક ચવાણને બોલાવીને મૃતદેહના નિકાલમાં મદદ માગી હતી. અશોકે ઉત્તન પહોંચ્યા પછી ઘરવખરી લઈ જવાના બહાને ટૅમ્પો ભાડે કર્યો અને એમાં સિમેન્ટ કૉન્ક્રિટ ભરેલું ડ્રમ મૂક્યું હતું. મોડી રાતે એ ટૅમ્પો રાતે લઈ ગયો અને એમાંનું ડ્રમ કસારા ઘાટમાં ફેંકી દીધું હતું.

આ પણ વાંચો : ડૉન્ટ વરી, હવે સ્કૂલમાં વગાડાશે વૉટર-બેલ

દિવાળી પહેલાંના દિવસોમાં સગાંની નવ વર્ષની દીકરીને સાથે ઘરે લાવ્યા પછી એકાદ મહિના સુધી પ્રકાશ બાળકીની મમ્મીના સંપર્કમાં હતો. ત્યાર પછી બાળકીના કુટુંબીજનો ફોન પર પણ પ્રકાશનો સંપર્ક કરી શકતા નહોતા. બાળકીની માતા કન્નડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પહોંચી ત્યારે સ્થાનિક સ્ટાફે એને ઉત્તન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. બાળકીની માતાએ પાંચમી ડિસેમ્બરે ઉત્તન પોલીસ સ્ટેશનમાં બાળકીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફુટેજને આધારે પુણે પાસેના ગામમાં એક સગાંના ઘરે અનિતા રાઠોડ અને પ્રકાશના ભાણેજ અશોકને ઝડપી લીધાં હતાં. પોલીસની પૂછપરછમાં બન્નેએ ગુનો કબૂલ્યો હતો.

mumbai mumbai news bhayander Crime News mumbai crime news samiullah khan