મુંબઈ : ગોરેગામના ચોરને સ્ત્રીવેશમાં જ ચોરી કરવાની અજબ ટેવ

15 January, 2020 09:51 AM IST  |  Mumbai | Samiullah Khan

મુંબઈ : ગોરેગામના ચોરને સ્ત્રીવેશમાં જ ચોરી કરવાની અજબ ટેવ

સ્ત્રીવેશમાં ચોર

ગોરેગામ પોલીસે મહિલાનો વેશ ધારણ કરી ચોરી કરતા ૪૫ વર્ષના ગણેશ ગુરવને તેના ગોરેગામના મોતીલાલ નગરના ઘરેથી ઝડપી લીધો હતો. ગણેશ ગુરવે ગયા વર્ષે મોતીલાલ નગરમાં ૧૬ ચોરી કરી હતી, પણ પોલીસ તેને એ વખતે પકડી શકી નહોતી. એ બધી ચોરીના સીસીટીવી કૅમેરાના ફુટેજની ચકાસણીમાં એક મહિલા જણાઈ આવી હતી, પણ તેનો ચહેરો જોઈ શકાતો નહોતો, પરંતુ તે મહિલાની ચાલની ખાસિયતને કારણે પોલીસે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

પોલીસે આ બાબતે ખબરીને એ ફુટેજ દેખાડી તે મહિલા વિશે માહિતી કાઢવા જણાવ્યું હતું. જ્યારે ખબરીએ માહિતી આપી ત્યારે પોલીસ ચોંકી ઊઠી હતી.

મહિલાઓના સ્વાંગમાં સીસીટીવી કૅમેરામાં ઝડપાયેલો ચોર.

ફુટેજમાં દેખાતી મહિલા એ મહિલા નહોતી, પણ પુરુષ ગણેશ ગુરવ હતો. મોતીલાલ નગરમાં રહેતો ગણેશ ગુરવ તેની પત્ની અને નવજાત બાળક સાથે રહેતો હતો.

આ પણ વાંચો : ટૂંક સમયમાં પશ્ચિમ રેલવેમાં એસી લોકલની વધુ 8 સર્વિસ

તે કોઈ કામ-ધંધો નહોતો કરતો અને ટપોરી અને ગુનેગારો સાથે ઊઠતો-બેસતો હતો. તેણે ગયા વર્ષે તેની પત્નીનાં કપડાં પહેરી મોતીલાલ નગરમાં જ ૧૬ જેટલી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. તે મહિલાનાં કપડાં પહેરી સોસાયટીઓમાં જતો હોવાથી તેને કોઈ રોકતું નહીં.

mumbai mumbai news Crime News mumbai crime branch goregaon