ફિક્સિંગનો આરોપી રણજી ક્રિકેટર રોબિન મોરિસ અપહરણના કેસમાં ઝડપાયો

05 December, 2019 10:16 AM IST  |  Mumbai | Anurag Kamble

ફિક્સિંગનો આરોપી રણજી ક્રિકેટર રોબિન મોરિસ અપહરણના કેસમાં ઝડપાયો

રોબિન મોરિસ

ગયા વર્ષે ઇન્ટરનૅશનલ ન્યુઝ ચૅનલ પર મૅચ ફિક્સિંગના આરોપો માટે ચમકેલો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો ભૂતપૂર્વ ખેલાડી રોબિન મોરિસ કિડનેપિંગ અને એક્સ્ટોર્શનના કેસમાં પકડાયો છે. રોબિન મોરિસ તથા અન્ય ચાર જણ સામે ૩૬ વર્ષના લોન એજન્ટ શ્યામ તલરેજાને કુર્લાથી અપહરણ કરીને વર્સોવા લાવ્યા બાદ બે લાખ રૂપિયા ખંડણી માગવાનો આરોપ કુર્લા પોલીસે મૂક્યો છે. ૩૦ નવેમ્બરે કુર્લાથી લોન એજન્ટને પકડીને કાર વર્સોવાની દિશામાં દોડાવી ગયેલા રોબિનના વાહનનો પીછો કુર્લા પોલીસે કર્યો હતો.

રોબિન મોરિસે ગયા વર્ષે એક પ્રાઇવેટ એજન્સી પાસે ત્રણ કરોડ રૂપિયાની પર્સનલ લોનની માગણી સાથે નવ લાખ રૂપિયા પ્રોસેસિંગ ફી રૂપે ચૂકવ્યા હતા. એણે કલ્યાણના રહેવાસી લોન એજન્ટ દ્વારા લોનની અરજી કરી હતી. કંપનીએ લોનની અરજી નામંજૂર કરતાં રોબિને પ્રોસેસિંગ ફીની રકમ પાછી મેળવવા શ્યામ પર દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. તલરેજાએ ૨૦૧૮માં સાત લાખ રૂપિયા આપ્યા પછી બે લાખ રૂપિયા બાકી હતા.

એ બાબતે ૩૦મીએ બપોરે રોબિને તલરેજાને કુર્લા રેલવે સ્ટેશને બોલાવ્યો હતો. તલરેજા સ્ટેશન પાસે પહોંચ્યો ત્યારે એને એક કારમાં બોલાવવામાં આવ્યો હતો. કારમાં રોબિન મોરિસ સહિત પાંચ જણ હતા. તલરેજાને એ કારમાં વર્સોવા લઈ જઈને એક ફ્લૅટમાં પૂરી દેવામાં આવ્યો હતો. એ વખતમાં શ્યામ તલરેજાએ ફોન કરીને એક મિત્રને જાણ કરી અને એ મિત્રે કુર્લા પોલીસ સ્ટેશનને અપહરણની ખબર આપી હતી.

૩૦ નવેમ્બરે કુર્લા પોલીસ સ્ટેશનથી અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર કૈલાસ તિરમારેના વડપણ હેઠળની ટીમે વર્સોવાના ફ્લૅટમાંથી શ્યામને બચાવ્યો અને રોબિન તથા એના પાંચ સાથીઓની ધરપકડ કરી હતી.

kurla mumbai crime news Crime News mumbai crime branch versova mumbai mumbai news anurag kamble