સરકારી નોકરી મેળવવા માટે યુવતીઓને બ્લૅકમેઇલ કરનારો યુવક પકડાયો

18 November, 2019 03:10 PM IST  |  Mumbai | Samiullah Khan

સરકારી નોકરી મેળવવા માટે યુવતીઓને બ્લૅકમેઇલ કરનારો યુવક પકડાયો

અનિકેત શેલાર

સરકારી નોકરી મેળવવાના હેતુથી બળજબરીથી પૈસા પડાવનારા કલ્યાણમાં રહેતા ૨૦ વર્ષના કૉલેજમાં જતા યુવાનને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. મોર્ફ્ડ પિક્ચર્સની મદદથી બ્લૅકમેઇલ કરી બે યુવતીઓ (બન્ને કૉલેજ સ્ટુડન્ટ્સ) પાસેથી પૈસા પડાવવાના ગુનાસર તુળિંજ પોલીસે અનિકેત શેલાર નામના યુવકની ધરપકડ કરી હતી. 

કૉમર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતો અનિકેત શેલાર સરકારી ઍરલાઇન કંપનીમાં નોકરી મેળવવા ઇચ્છતો હતો. આ માટે તેણે અરજી પણ કરી હતી, પરંતુ નોકરી અપાવનારા પરિચિતે તેની પાસે લાંચ માગી હતી. લાંચ માટે ચૂકવવાના રૂપિયા એકઠા કરવા માટે અનિકેત શેલારે મહિલાઓને બ્લૅકમેઇલ કરવાનો ત્રાગડો રચ્યો હતો. વૉટ્સઍપના પ્રોફાઇલ પરથી ફોટો લઈ એની સાથે ચેડાં કર્યાં બાદ સોશ્યલ મીડિયા પર ફોટો અપલોડ કરવાની ધમકી આપી અંકિત પૈસા પડાવતો હતો.

આ પણ વાંચો : બંગલાદેશીઓનાં બનાવટી ભારતીય ઓળખપત્રો તૈયાર કરવાના રૅકેટમાં બે નેતાઓનાં નામ

અનિકેતની ચાલનો શિકાર બનેલી નાલાસોપારાની યુવતીએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે છટકું ગોઠવીને તેને રંગેહાથ પકડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે શેલાર અને યુવતી બન્ને એકબીજાને ઓળખતાં હતાં. ભીવંડીમાં પડઘા પોલીસ સ્ટેશનમાં અનિકેત શેલાર વિરુદ્ધ આવો જ એક અન્ય કેસ નોંધાયો છે. કોર્ટે અનિકેતને પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

kalyan nalasopara mumbai crime news mumbai news