મુંબઈમાંથી ચરસ અને પિસ્ટલ સાથે કાશ્મીરી યુવકની થઈ ધરપકડ

23 September, 2019 09:35 AM IST  |  મુંબઈ

મુંબઈમાંથી ચરસ અને પિસ્ટલ સાથે કાશ્મીરી યુવકની થઈ ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

ઓશિવરામાંથી પોલીસને કાશ્મીરી નાગરિકો પાસેથી એક પિસ્ટલ અને ૧૯ બુલેટ મળી હતી અને હવે પોલીસ તેમના મુંબઈમાં આવવા પાછળના હેતુની તપાસ કરી રહી છે એમ એક પોલીસ-અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું. બુલેટ્સ અને પિસ્ટલ મળી એ વખતે જમ્મુ-કાશ્મીરના પુંછનો રહેવાસી તન્વીર શરીફ શેખ તેના અન્ય સાથીદારો સાથે મળીને ચરસનો નશો કરી રહ્યો હતો. 

તન્વીર શેખ અને તેના સાથીઓ ૨૧ વર્ષનો ઇશાક મન્ઝુર ખાન (પુંછનો રહેવાસી), ૩૦ વર્ષનો અનવર મુશ્તાક હુસેન અને ૩૦ વર્ષના શબ્બીર કુરેશી (બન્ને જોગેશ્વરીના રહેવાસી) સામે પોલીસે નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ઘાટકોપર મેટ્રો સ્ટેશન થયું ભીડભાડથી મુક્ત

પિસ્ટલમાં એક બુલેટ ઓછી હોવાથી તન્વીરે શહેરમાં કોઈ ગુનો નથી કર્યો એની તપાસ પોલીસ કરી રહી છે. તન્વીરે પોલીસને જણાવ્યું હતું કે એ અગાઉ મુંબઈમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો એ સમયથી હુસેન અને કુરેશીને ઓળખતો હતો.

mumbai news mumbai crime news oshiwara