પેન્શન સ્કીમની ઑફરથી સિનિયર સિટિઝન્સને છેતરનારી મહિલા ઝડપાઈ

21 November, 2019 12:26 PM IST  |  Mumbai

પેન્શન સ્કીમની ઑફરથી સિનિયર સિટિઝન્સને છેતરનારી મહિલા ઝડપાઈ

છેતરપિંડી કરનારી મહિલા

અને ગુજરાતના સેંકડો સિનિયર સિટિઝન્સ સાથે છેતરપિંડી આચરનારી ૩૪ વર્ષની મહિલાની વી.પી. રોડ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આરોપી મહિલા પાસેથી ૧૧ તોલા સોનાનાં આભૂષણો પણ જપ્ત કર્યાં હતાં. શાહિદાબીવી ફિરોઝ ખાન (૩૪) તરીકે ઓળખાયેલી આ મહિલા ગુજરાતના આણંદ જિલ્લાના ઉમરેઠ ગામની વતની છે.

મોડસ ઑપરેન્ડી

આરોપી શાકમાર્કેટમાં સિનિયર સિટિઝન્સને શાક લેવામાં મદદ કરીને તેમનો વિશ્વાસ સંપાદિત કરતી પછી તે તેમને પેન્શન યોજનામાં સામેલ થવા જણાવતી અને તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જતી. વિશ્વાસ જીતવાની પ્રયુક્તિના ભાગરૂપે ખાન તેમને થોડા પૈસા પણ આપતી અને તેમને તેમનાં સોનાનાં આભૂષણો અને મોબાઇલ ફોન મૂકી દેવા માટે જણાવતી જેથી પેન્શન યોજનાઓ માટે તેઓ ગરીબ દેખાય.

શિકાર પાસેથી આભૂષણો લઈને તે ફરાર થઈ જતી. ગયા મહિને ડી.બી. માર્ગ અને વી.પી. રોડના પોલીસે જુદા-જુદા ચાર કેસ નોંધ્યા હતા, જ્યારે કોલાબા, સાંતાક્રુઝ પોલીસે પણ સમાન પ્રકારના કેસ નોંધ્યા હતા.

આરોપી મહિલા કેવી રીતે ઝડપાઈ?

ખાન થોડા દિવસો અગાઉ આણંદ જિલ્લાના દાગજીપુર ગામમાં નાસી ગઈ હતી અને પોતાના પતિ ફિરોઝને ફોન કરવા માટે પોતાના એક પીડિતનો ફોન વાપર્યો હતો. સેલ ફોનની વિગતો ટ્રૅક કરીને વીપી રોડ પોલીસે ગુજરાતમાં છટકું ગોઠવ્યું હતું અને અંતરિયાળ વિસ્તારમાંથી આરોપી મહિલાની ધરપકડ કરીને સોનાનાં ૧૧ તોલાનાં આભૂષણો જપ્ત કર્યાં હતાં.

mumbai mumbai news Crime News mumbai crime news