પહેલાં ગુમ થયેલી મતા શોધે છે પછી તેના માલિકોને શોધે છે જીઆરપી

22 January, 2020 07:36 AM IST  |  Mumbai | Vinod Kumar Menon

પહેલાં ગુમ થયેલી મતા શોધે છે પછી તેના માલિકોને શોધે છે જીઆરપી

૨૦૧૭માં ખોવાયેલો મોબાઈલ શાંતનુ કોલીને પાછો અપાયો હતો. (તસવીર : વિનોદ કુમાર મેનન)

પહેલી જાન્યુઆરીથી કુર્લાસ્થિત ગવર્નમેન્ટ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા અન્ય સ્ટાફ મેમ્બર્સ મુસાફરો-નાગરિકોની સરપ્રાઇઝ વિઝિટ્સ પર જાય છે. ટ્રેનોમાં કે પ્લેટફોર્મ્સ પરથી ચોરાયેલી કે ગુમ થયેલી રોકડ રકમ, મોબાઇલ ફોન્સ અને સોના-ચાંદીના ઘરેણાં જેવી વસ્તુઓ એના માલિકોને સોંપવા સામેથી એમનો સંપર્ક કરે છે.

રેલવે પોલીસ(જીઆરપી) ૧૯૮૩થી ગવર્નમેન્ટ રેલવે પોલીસના સ્ટ્રૉન્ગ રૂમમાં પડેલો સામાન એના માલિકોને સોંપાઈ રહ્યો છે. રેલવેના પોલીસ કમિશનર રવીન્દ્ર શેણગાંવકરે એમના ૧૭ પોલીસ સ્ટેશનોને દાયકાઓથી પોતાની ચોરાયેલી કે ગુમ થયેલી પ્રોપર્ટીની રાહ જોતા ફરિયાદીઓને એમની સંપત્તિ સોંપી દેવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો : બીએમસી તમને તેમનાં ડમ્પિંગ ગ્રાઉન્ડ જોવા લઈ જવા માગે છે ગાર્બેજ ટૂરિઝમ

ફક્ત કુર્લા જીઆરપીએ ૧ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૧૩.૮૨ લાખ રૂપિયાની મતા એના માલિકોને પાછી આપી છે. એમાં ૧૧.૭૫ લાખ રૂપિયા કિંમતના ૧૧૦ મોબાઇલ ફોન્સ અને ૧.૮૭ લાખ રૂપિયા કિંમતના સોનાના ૪૭ ઘરેણાંનો સમાવેશ છે. દાયકાઓ પૂર્વે ચોરાયેલી કે ગુમ થયેલી વસ્તુઓ પાછી મળે ત્યારે લોકોના આનંદની સીમા રહેતી નથી.

kurla mumbai mumbai news mumbai police vinod kumar menon