‌નાલાસોપારામાં યુપીના સંસદસભ્ય સાથે ફોટો પડાવવા બદલ પોલીસ સસ્પેન્ડ

18 October, 2019 08:00 AM IST  |  મુંબઈ

‌નાલાસોપારામાં યુપીના સંસદસભ્ય સાથે ફોટો પડાવવા બદલ પોલીસ સસ્પેન્ડ

સંસદસભ્ય સત્યપાલ સિંહ સાથે પીએસઆઇ ‌હિતેન્દ્ર વિચારે.

પ‌‌બ્લિક સર્વન્ટ દ્વારા મતદાન આચારના ઉલ્લંઘનના પ્રથમ કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ-વસઈમાં પોસ્ટ કરાયેલા અને પાલઘર કચેરીના ગૃહ વિભાગમાં બદલી કરાયેલા પીએસઆઇ હિતેન્દ્ર વિચારેને યુપીના બગબટના સંસદસભ્ય સત્યપાલ સિંહ સાથે ફોટો લેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમ જ આ ફોટોને સોશ્યલ મીડિયામાં ફેલાવવામાં આવ્યો હતો.

સંસદસભ્ય સત્યપાલ સિંહ નાલાસોપારાના ‌શિવસેનાના ઉમેદવાર માટે પ્રચાર કરવા આવ્યા હતા. ચૂંટણીપ્રચારની રૅલી પૂર્ણ થયા બાદ પોલીસ અ‌‌ધિકારી હિતેન્દ્ર વિચારેએ સંસદસભ્ય સાથે ફોટો લીધો હતો અને સોશ્યલ મીડિયા પર પણ ફરતો કર્યો હતો.

જોકે આ ફોટો સોશ્યલ ‌મી‌ડિયા પર ખૂબ જ વાઇરલ થતાંની સાથે જ તુલિંજ પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલ શિવાજીએ હિતેન્દ્ર વિચારે વિરુદ્ધ તુલિંજ પોલીસ સ્ટેશનમાં પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ ઍક્ટ ૧૯૫૧ હેઠળ ગુનો નોંધ્યો હતો, પરંતુ હજી સુધી કોઈ ધરપકડ થઈ નથી.

આ પણ વાંચો : ...જ્યાં ન પહોંચી પોલીસ ત્યાં પહોંચી ડિટેક્ટિવ મહિલાઓ

પાલઘરના સુ‌પરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ ગૌરવ સિંહે જણાવ્યું હતું કે ‘સ‌ર્વિસના નિયમો મુજબ આ એક ગંભીર ગુનો છે, જ્યારે કોઈ પોલીસ કર્મચારી પોલીસ વિભાગમાં કાર્યરત હોય ત્યારે કોઈ પણ રાજકારણી સાથે ફોટો લઈ શકતો નથી. હિતેન્દ્ર વિચારેની બે મહિના પહેલાં મારી ‌‌ઑફિસમાં હોમ ‌ડિપાર્ટમેન્ટમાં બદલી કરી હતી. તેણે ડ્યુટી પર કોઈને જાણ કરી નહોતી અને સીક લીવ લીધી હતી, પરંતુ તેની પાસે સત્યપાલ સિંહ સાથે ફોટો લેવા અને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવા માટે સમય મળી ગયો હતો. એથી નિયમોના ઉલ્લંઘન બદલ તેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો હતો. આ મામલે ‌હિતેન્દ્ર વિચારે સામે વિભાગીય તપાસ પણ શરૂ કરી હતી.’

mumbai news nalasopara mumbai