મુંબઈના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ દેવેન ભારતીની ચૂંટણી પંચે કરી ટ્રાન્સફર

08 April, 2019 12:35 PM IST  |  મુંબઈ

મુંબઈના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ દેવેન ભારતીની ચૂંટણી પંચે કરી ટ્રાન્સફર

દેવેન ભારતી

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર સરકારને તાકીદ કર્યા બાદ ગઈ કાલે મુંબઈના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) દેવેન ભારતીની ટ્રાન્સફર કરાઈ હતી. દેવેન ભારતી એપ્રિલ, 20૧૫માં શહેરના જૉઇન્ટ પોલીસ કમિશનર નિમાયા હતા અને આટલા લાંબા કાળ માટે પોસ્ટ પર રહેનારા પ્રથમ અધિકારી હતા. મહારાષ્ટ્ર સરકારે અગાઉ ચૂંટણી પંચને દેવેન ભારતીને પદ પર કાયમ રાખવા દરખાસ્ત મોકલી હતી, પરંતુ ચૂંટણી પંચે એ સ્વીકારી નહોતી.

ચૂંટણી પંચ દ્વારા ૧૬મી જાન્યુઆરીએ બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ ‘ચૂંટણી સાથે સીધી રીતે સંકળાયેલી કોઈપણ વ્યક્તિ જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાંથી ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે પોસ્ટિંગ ધરાવતો હોય તો તેને ચૂંટણી દરમિયાન એ જ હોદા પર ચાલુ રહેવા દેવામાં આવશે નહીં.

આ પણ વાંચો : CSMT બ્રિજનું સમારકામ ઉતાવળે અને આડેધડ શરૂ કરવામાં આવ્યું?

દેવેન ભારતી મુંબઈ પોલીસના બહુ કાબેલ ઓફિસર છે અને તેમણે મુંબઈ પર કરવામાં આવેલા આતંકવાદી હુમલા અને પત્રકાર જે ડે હત્યા કેસ સહિતના મહત્વના કેસની તપાસ કરી હતી. મહારાષ્ટ્રમાં ઈન્ડિયન મુજાહિદ્દીનની કમર ભાંગી નાખવામાં પણ તેમની ભૂમિકા મહત્વની રહી હતી.

mumbai crime news mumbai news