મધ્ય રેલવેની મોબાઇલ ઍપ મેરી લોકલ માટે થોભો અને રાહ જુઓ

23 December, 2019 02:37 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

મધ્ય રેલવેની મોબાઇલ ઍપ મેરી લોકલ માટે થોભો અને રાહ જુઓ

પ્રતીકાત્મક તસવીર

મધ્ય રેલવેની ઑફિશ્યલ મોબાઇલ ઍપ ‘મેરી લોકલ’નું ગઈ ૧૫ ઑગસ્ટનું લૉન્ચિંગ મોકૂફ રહ્યા બાદ હવે એ ઍપ માટે રાહ જોવી પડે એમ છે. નવી ઍપ આવતા વર્ષના માર્ચ મહિના સુધીમાં લૉન્ચ થવાની શક્યતા છે. એમાં ટ્રેનો અને રેલવે તંત્રનો ડેટા બેઝ સંકળાયેલો રહેશે. ‘મેરી લોકલ’ ૧૭૦૦ ટ્રેન સર્વિસિસની સ્થિતિની તાજી જાણકારી માટેની ઍપ છે. ટ્રેનોને ઍપ સાથે જોડવા માટે જીપીએસ ટૅગ્સ લગાવીને સંખ્યાબંધ ટ્રાયલ્સ અને બીટા ટેસ્ટ કર્યા પછી ઍપને લૉન્ચ કરવામાં આવનાર હોવાનું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. 

સૉફ્ટવૅર ડેવલપર સચીન ટેકેએ વિકસાવેલું પ્રાઇવેટ ઍપ ‘એમ-ઇન્ડિકેટર’ મુંબઈમાં ઘણું લોકપ્રિય બન્યું છે. લાઇવ ટ્રૅકિંગ ફીચર ઉમેરાયા પછી એ ઍપ ઘણી સફળ થઈ છે. એમાં ટ્રેનોના ટાઇમ ઍન્ડ લૉકેશન અપડેટ્સ મુસાફરોના સહયોગથી મળે છે. પશ્ચિમ રેલવેની ‘દિશા’ ઍપ ટ્રેન મૅનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલી હોવાથી યુઝર્સ ચોક્કસ સ્ટેશન પર ટ્રેનના આગમન માટે કેટલો સમય પ્રતિક્ષા કરવી પડશે એ જાણી શકે છે. અપેક્ષિત ટ્રેનોના શેડ્યુલ ૧૫, ૩૦ અને ૪૫ મિનિટના ત્રણ ટાઇમ સ્લોટમાં મળે છે.

central railway mumbai news rajendra aklekar