BMC પ્રોજેક્ટ્સ ફાળવનારા અધિકારીઓ પણ મુદત વધારી આપશે તો પગલાં લેવાશે

30 October, 2019 02:05 PM IST  |  મુંબઈ | ચેતના સદાડેકર

BMC પ્રોજેક્ટ્સ ફાળવનારા અધિકારીઓ પણ મુદત વધારી આપશે તો પગલાં લેવાશે

બીએમસી

ચોમાસા પછી પણ સતત ચાલતા કમોસમી વરસાદથી પ્રભાવિત મુંબઈ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ્સની પૂર્ણાહુતિમાં ૧૫ ટકા વિલંબ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. એને કારણે પાલિકાના અધિકારીઓ ગૂંચવણમાં મુકાયા છે. થોડા દિવસ પહેલાં મહાનગરપાલિકાના સંબંધિત વિભાગે બહાર પાડેલા પરિપત્રમાં કૉન્ટ્રૅક્ટર્સને પ્રોજેક્ટ્સ પૂરા કરવામાં મુદત નહીં લંબાવવાની તાકીદ કરવામાં આવી છે.

મહાનગરપાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ એડિશનલ મ્યુનિસિપલ કમિશનર વિજય સિંઘલની ઑફિસે બહાર પાડેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ‘પોતાના વિભાગના સ્તરે કૉન્ટ્રૅક્ટર્સને પરવાનગીઓ આપતા અધિકારીઓ સામે પગલાં લેવાશે. ટેન્ડરની શરતો અને પ્રોજેક્ટ પૂરો કરવાની નિર્ધારિત મુદતને ધ્યાનમાં લીધા વિના આડેધડ મુદત વૃદ્ધિ આપવાની રીતરસમો સામે ચેતવણી રૂપે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.’

ચોમાસાના ચાર મહિનાનો બ્રેક ધ્યાનમાં રાખીને શહેરના બધા પ્રોજેક્ટ વર્ક્સ શરૂ કરવામાં આવ્યા હોય એ પ્રકારના પ્રોજેક્ટ્સનો વેગ ઑક્ટોબર મહિનાના છેલ્લા કેટલાક દિવસોમાં વધે છે, પરંતુ ચોમાસા પછી પણ વરસાદ પડવાનું ચાલુ રહેતાં એવાં ઘણાં ઠેકાણે કામ ધીમું પડ્યું અથવા અટકી ગયું છે. લોઅર પરેલ બ્રિજનું પણ આ રીતે કામ ચાલતું હતું, પરંતુ ગયા અઠવાડિયે વરસાદને કારણે ત્યાં કાદવ થતાં એ કામ અટકી ગયું હતું. બ્રિજ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘વરસાદ ઉપરાંત દિવાળીની લાંબી રજાઓ અને વિધાનસભાની ચૂંટણીને કારણે સુપરવાઇઝરી સ્ટાફ ઉપલબ્ધ નહીં થવાની પણ સમસ્યા હતી.

આ પણ વાંચો : મુંબઈ: ટ્રાન્સ વુમનની મારપીટ બદલ ત્રણ જણની ધરપકડ

આવી સમસ્યાઓને કારણે રસ્તા, સ્ટોર્મ વૉટર ડ્રેઇન્સ, સ્યુઅરેજ, બ્રિજ અને પાણી પુરવઠા જેવા વિભાગોનાં કામ ખોરંભે ચડ્યાં છે.’
એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘એક તરફ વરસાદને કારણે કૉન્ટ્રૅક્ટર્સ મુદત-વૃદ્ધિ માગે છે અને બીજી બાજુ ઉપરીઓ દ્વારા પગલાં લેવાના ભયથી વિભાગીય સ્તરે નિર્ણયો લઈ શકાય એમ નથી. હવે ફક્ત ઉપરી અમલદારો જ મુદત-વૃદ્ધિની પરવાનગી આપી શકશે. અમે તો કૉન્ટ્રૅક્ટર્સને એમનું કામ ચાલુ રાખીને જે સમય ગુમાવ્યો છે એ સરભર કરવાનો આગ્રહ રાખીએ છીએ.’

mumbai news brihanmumbai municipal corporation