મધ્ય રેલવેની પહેલી એસી લોકલ ટ્રેન પ્રજાસત્તાક દિનથી?

11 January, 2020 12:46 PM IST  |  Mumbai

મધ્ય રેલવેની પહેલી એસી લોકલ ટ્રેન પ્રજાસત્તાક દિનથી?

મધ્ય રેલવેની પહેલી એસી લોકલ ટ્રેન

મધ્ય રેલવેની પ્રથમ ઍર-કન્ડિશન્ડ (એસી) લોકલ ટ્રેન જાન્યુઆરીમાં ટ્રાન્સહાર્બર માર્ગ પર દોડાવવામાં આવશે એવી અધિકૃત માહિતી રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી. મધ્ય રેલવેના જનરલ મૅનેજર સંજીવ મિત્તલે મધ્ય રેલવેના ટ્રાન્સહાર્બર માર્ગ પર એસી લોકલ દોડાવવામાં આવશે એવું જણાવ્યું હતું. આ સાથે એસી લોકલ ચલાવવા માટેનો પ્રસ્તાવ રેલવે બોર્ડને મોકલી દેવામાં આવ્યો છે અને એની મંજૂરી મળી ગયા બાદ તત્કાળ એને પ્રવાસીઓની સેવા માટે રજૂ કરવામાં આવશે, એવું તેમણે જણાવ્યું હતું.

મધ્ય રેલવેએ આપેલી માહિતી અનુસાર એસી લોકલ ટ્રાન્સહાર્બર થાણેથી વાશી, નેરુળ, પનવેલ મારર્ગે દોડાવવામાં આવશે. મધ્ય રેલવેમાં પુલની ઊંચાઈને કારણે પહેલી એસી લોકલ ૨૦૧૭માં પશ્ચિમ રેલવેમાં દોડાવવામાં આવી હતી. ત્યાર બાદ એસી લોકલની ઊંચાઈનો ઉકેલ કાઢ્યા પછી કુર્લા કારશેડમાં ૨૦૧૯ની સાતમી ડિસેમ્બરે પહેલી એસી લોકલ ટ્રેન દાખલ થઈ હતી. આ લોકલમાં અમુક ટેક્નિકલ ફેરફાર કરીને એની ચકાસણી કરવામાં આવી હતી તેમ જ લોકલની ફેરીઓ શરૂ કરવા માટે જરૂરી પ્રસ્તાવ રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો છે. બોર્ડની પરવાનગી મળ્યા બાદ અઠવાડિયામાં એસી લોકલની ચકાસણી કરવામાં આવશે અને ત્યાર બાદ બેથી ત્રણ દિવસમાં લોકલને પ્રવાસીઓની સેવા માટે દોડાવવામાં આવશે.

આ પણ વાંચો : મેટ્રો-ટૂએ અને મેટ્રો-7નું ભાડું 10થી 80 રૂપિયા વચ્ચે હશે

મધ્ય રેલવેની એસી લોકલની વિશેષતા

કલાકના ૧૧૦ કિલોમીટરની ઝડપે એસી લોકલ દોડશે. એસી લોકલમાં પ્રવાસીઓની બેસવાની સંખ્યા ૧૦૨૮ છે અને એમાં ૫૯૩૬ પ્રવાસીઓ ઊભા રહીને પ્રવાસ કરી શકશે. લોકલના દરવાજા સ્વયંચાલિત હશે. દરવાજાનું નિયંત્રણ મોટરમૅન અને ગાર્ડ કરશે અને દરવાજા પર ટૉકબૅક મશીન પણ બેસાડવામાં આવ્યાં છે.

mumbai mumbai news indian railways central railway mumbai local train