મુંબઈ: ટ્રૅક પર ટ્રેન સામે જ પીપી કરતો મોટરમૅન

18 July, 2019 08:01 AM IST  |  મુંબઈ | અનામિકા ઘરત

મુંબઈ: ટ્રૅક પર ટ્રેન સામે જ પીપી કરતો મોટરમૅન

ટ્રૅક પર ટ્રેન સામે જ પીપી કરતો મોટરમૅન

સેન્ટ્રલ રેલવેમાં ગાડીઓ મોડી પડવી એે સામાન્ય બાબત છે, પણ બુધવારે ટ્રેન મોડી પડવા પાછળનું કારણ અસામાન્ય હતું. અંબરનાથ અને ઉલ્હાસનગર રેલવે સ્ટેશન વચ્ચે ગાડી ઊભી રાખીને મોટરમૅન એની કૅબિનમાંથી બહાર કૂદકો મારીને ટ્રેનની સામે ઊભો રહીને જાહેરમાં પેશાબ કરતો હોવાનો વિડિયો વાયરલ થયો છે. જો કે આ વિડિયો ક્યારનો છે હજી સ્પષ્ટ નથી થયું, પણ રેલવે અધિકારીઓએ આ મામલામાં તપાસ કરવાની ખાતરી આપી હતી. રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ લાંબા અંતરની ટ્રેનમાં કોઈ પણ મોટરમૅન ડ્યુટી પર હાજર થાય ત્યારે એને ત્રણ કલાકનો સમય નિત્યક્રમ કરવા માટે અપાય છે, આથી સામાન્ય રીતે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી નથી થતી.

central railway mumbai local train mumbai news ambernath ulhasnagar